Last Updated on March 27, 2021 by
અમેરિકાના પ્રેસિડેન્ટ બનેલા જો બાઈડન પણ અગાઉના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તે ચાલી રહ્યાં છે. અમેરિકામાં ભારતની જે વસ્તુઓ નિકાસ થાય છે આ પૈકીની 40 વસ્તુઓ પર અમેરિકા 25 ટકા સુધીનો ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકા બદલાની કાર્યવાહીના ભાગરુપે આ પગલું ભરવા જઈ રહ્યું છે. કારણકે ભારતે વિદેશી ઈ કોમર્સ કંપનીઓ પર ડિજિટલ સર્વિટ ટેક્સ લગાવ્યો છે. જેના પગલે અમેરિકાએ પણ કેટલીક ભારતીય પ્રોડક્ટ પર ટેક્સ લગાવવાનું નક્કી કર્યું છે. જેમાં જિંગા માછલી, બાસમતી ચોખા અને સોના ચાંદીની વસ્તુઓ શામેલ છે.
ડિજિટલ ટેક્સના રૂપમાં જેટલી ભારત ડ્યુટી લગાવે છે તેટલી જ અમેરિકા પણ લગાવશે
સરકારનું કહેવું છે કે, ભારત દ્વારા ડિજિટલ ટેક્સના રૂપમાં જેટલી ડ્યુટી લગાવાઈ છે તેટલી જ ડ્યુટી અમેરિકા પણ લગાવશે. આ રકમ વર્ષે લગભગ 5.5 કરોડ ડોલર હશે. ભારતની સાથે સાથે અમેરિકાએ બ્રિટન, ઈટલી, તુર્કી, સ્પેનના સામાન પર પણ આ જ રીતે ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મુક્યો છે.
ડિજિટલ ટેક્સ હેઠળ આવનારી 86 કંપનીઓ અમેરિકાની
અમેરિકન સરકારનું કહેવું છે કે, લગભગ 119 કંપનીઓ ડિજિટલ ટેક્સ હેઠળ આવે છે અને આ પૈકીની 86 કંપનીઓ અમેરિકાની છે. અમેરિકાના મતે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય ટેક્સ પર સહમતિ બનવી જોઈએ પણ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી અમારા વિકલ્પો ખુલ્લાં છે. જેમાં ટેરિફ લગાવવાનો વિકલ્પ સામેલ છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31