Last Updated on March 13, 2021 by
અમેરિકાના લોસ એન્જલસમાં કોર્ટે એક વ્યક્તિને ફટકારેલી 212 વર્ષની જેલની સજા અત્યારસુધીમાં કોઈપણ એક આરોપીને આપવામાં આવેલી સજાઓમાં સૌથી મોટી સજા છે. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે તેના 13 વર્ષીય અને 8 વર્ષના બે બાળકોની નિર્દયતાથી હત્યા કરી છે.
નિર્દય પિતાને 212 વર્ષની જેલની સજા
ડેઇલી મેલમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા અનુસાર આરોપીએ તેના બે બાળકોની 30 મિલિયન ડોલર એટલે આશરે 22 કરોડ રૂપિયાનો વીમો મેળવવા હત્યા કરી હતી. આરોપીએ તેના બાળકોની હત્યાને અકસ્માત તરીકે બતાવવાની કોશિશ કરી પણ તે પકડાઈ ગયો. આરોપીનું નામ અલી એલ્મેજાયન છે, તે ઇજિપ્તનો નાગરિક છે.
વીમાના પૈસા મેળવવા માટે તેના બાળકોની હત્યા કરી હતી
આપને જણાવી દઇએ કે વર્ષ 2015માં આરોપીએ લોસ એન્જલસ બંદર નજીક તેની કારને જાણી જોઈને પાણીમાં ડૂબાડી દીધી હતી. આ સમય દરમિયાન તેની સાથે કારમાં તેમની પૂર્વ પત્ની અને બે બાળકો પણ હતા. પાણીને ગાડીમાં ડૂબાડ્યા પછી તે તરીને બહાર આવ્યો અને પત્ની અને બાળકોને ત્યાં છોડી દીધા હતા. બંને બાળકો કારની સીટની વચ્ચે અટવાઈ ગયા હતા જેથી તેઓને બચાવી શકાયા નહીં. જોકે આરોપીની પૂર્વ પત્નીને માછીમારે બચાવી હતી.
બાળકોના મોત પછી પિતાને આટલા રૂપિયા મળ્યા
આરોપીના બાળકોના મૃત્યુ પછી, તેણે 2,60,000 યુ.એસ. ડોલર એટલે કે આશરે 1 કરોડ 88 લાખ રૂપિયા અકસ્માત મૃત્યુ વીમા દાવાના રૂપમાં વીમા કંપની પાસેથી મેળવ્યા હતા. આ સાથે આરોપીઓએ ઇજિપ્તની બોટ અને જમીન ખરીદી હતી.
સજા કરતી વખતે કોર્ટે શું કહ્યું?
નોંધપાત્ર વાત એ છે કે, 212 વર્ષની સજા સંભળાતા, ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જ્હોન વોલ્ટરે કહ્યું હતું કે, આરોપી અલી એલ્મેજાયન લોભી અને નિર્દય ખૂની છે. તેમણે વધુમાં કહ્યું કે, આરોપીએ જીવન વીમાના પૈસા મેળવવા માટે ઘણી વખત જૂઠ્ઠું બોલાવ્યું હતું. તેણે પોતાના નિર્દોષ બાળકો પર પણ દયા દાખવી ન હતી. 212 વર્ષની સજા ઉપરાંત અદાલતે વીમા કંપની પાસેથી મેળવેલા આરોપી અલી એલ્મેજાયનને પણ વીમા કંપનીને 261,751 યુએસ ડોલર અથવા લગભગ 1 કરોડ 90 લાખ રૂપિયા પરત આપવાનો આદેશ આપ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31