Last Updated on February 28, 2021 by
અમેરિકામાં રહી રહેલા લોકો માટે રાહતનાં સમાચાર છે, દેશની સંસદનાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટિવે 1900 અબજ ડોલરનાં કોરોના વાયરસ પેકેજ સંબંધી નવા બિલને શનિવારે મંજુરી આપી દીધી છે, અત્રે ઉલ્લેખનિય છે કે પ્રમુખ જો બિડેનએ કહ્યું કે આ પેકેજ દ્વારા કોવિડ-19 રોગચાળાનાં કારણે સંકટનો સામનો કરી રહેલા લોકો, વેપારીઓ, રાજ્યો અને શહેરોને નાણાકિય મદદ આપવામાં આવશે.
આ બિલને સેનેટની મંજુરી માટે મોકલવામાં આવશે
હાઉસ ઓફ રિપ્રેઝેન્ટિવમાં 212ની તુલનામાં 219 વોટથી આ બિલને પસાર કરવામાં આવ્યું, હવે આ બિલને સેનેટની મંજુરી માટે મોકલવામાં આવશે, જ્યાં ડેમોક્રેટ લઘુત્તમ વેતન વધારવાનાં મુદ્દા પર નરમ પડી શકે છે, અને સરકારી મદદ તથા અન્ય મુદ્દા પર વિવાદ થઇ શકે છે.
ડેમોક્રેટિક પાર્ટીનાં બે સાંસદે પાર્ટી લાઇનથી અલગ જઇને મતદાન કર્યું
ગૃહમાં લઘુમતીનાં નેતા કેવિલ મેકાર્થીએ કહ્યું મારા સહયોગી આ બિલને સાહસિક પગલું ગણાવી રહ્યા છે, પરંતું આ માત્ર બનાવટી છે, આ રકમની યોગ્ય રીતે ફાળવણી થઇ નથી, જે તેમને લોકપ્રિય બતાવી રહ્યા છે, હું તેમને કહીશ આ સંપુર્ણ રીતે વિભાજીત છે.
ડેમોક્રેટિક પાર્ટીનાં બે સાંસદ મેઇનનાં સભ્ય જેર્ડ ગોલ્ડ અને ઓરેગોનથી કર્ટ શરડરે પાર્ટી લાઇનથી અલગ જઇને મતદાન કર્યું, આ લડાઇ બિડેનની તેમના સભ્યો વચ્ચે એકતા જાળવી રાખવા માટે કસોટી બની રહી છે. કેમ કે પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીને માત્ર 10 સીટોની બઢતી મળી છે. જ્યારે સેનેટમાં રિપબ્લિકન અને ડેમોક્રેટનાં 50-50 સભ્ય છે. પ્રનિનિધી સભાનાં અધ્યક્ષ નૈન્સી પેલોસીએ કહ્યું કે કાયદો બનાવ્યા બાદ લઘુત્તમ વેતનમાં વૃધ્ધી થશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31