Last Updated on March 24, 2021 by
યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની મુખ્ય પરીક્ષા 2020નું રિઝલ્ટ જાહેર કર્યુ છે. યુપીએસસીની મુખ્ય પરીક્ષાનું પરિણામ આયોગની વેબસાઈટ upsc.gov.in પર જાહેર કર્યુ છે. જે કેંડિડેટ્સ યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા સફળ થયાં બાદ મુખ્ય પરીક્ષામાં શામેલ થયાં હતા, તેઓ હવે પોતાના રિઝલ્ટ આયોગની ઓફિશિયલ વેબસાઈટ પર ચેક કરી શકશે.
મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવામાં આવશે
અહીં ઉલ્લેખનીય છે કે, યૂનિયન પબ્લિક સર્વિસ કમીશને યુપીએસસી સિવિલ સેવાની મુખ્ય પરીક્ષાનું આયોજન જાન્યુઆરી મહિનાના 8,9,10,16 અને 17 તારીખે કર્યુ હતું. તેના માટે કેટલાય રાજ્યોમાં પરીક્ષા કેન્દ્ર બનાવ્યા હતા. જે ઉમેદવાર સિવિલ સેવાની મુખ્ય પરીક્ષામાં પાસ થયાં છે. તેમને હવે આયોગ દ્વારા યોજાતા ઈંટરવ્યૂમાં શામેલ થવાનું રહેશે. તેના માટે સમય રહેતા કોલ લેટર પણ જાહેર કરવામાં આવશે.
યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં નિયમો મુજબ જે ઉમેદવારે મુખ્ય પરીક્ષા પાસ કરી છે, તેમને હવે ઈન્ટરવ્યૂમાં 25 માર્ચથી 5 એપ્રિલ 2021ની વચ્ચે upsconline.nic.in જઈને ડીએએફ-II ભરવાનું રહેશે.
ટૂક સમયમાં આવશે એડમિટ કાર્ડ
આયોગ દ્વારા નોટિસ જાહેર કરીને કહેવાયુ છે કે, મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારને ઈન્ટરવ્યૂ માટે જલ્દીથી બોલાવામાં આવશે. ઈન્યરવ્યૂ આયોગના કાર્યાલય ધૌલપુર હાઉસ, શાહજહાં રોડ, નવી દિલ્હીમાં આયોજીત કરવામાં આવશે. તેના માટે ટૂંક સમયમાં જ વિસ્તૃત કાર્યક્રમ અને એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ એડમિટ કાર્ડ upsc.gov.in તથા www.upsconline.in પર જાહેર થશે. આયોગ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને 796 પદો પર નિમણૂંક થશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31