GSTV
Gujarat Government Advertisement

કામની વાત / જાહેરાત નહિ હવે ‘સ્ટાર’ બતાવશે બિલ્ડરનું કામ સારુ છે કે ખરાબ, રેરા બનાવી રહી છે આ કાયદો

Last Updated on March 23, 2021 by

ટીવી અને અખબારોમાં આવતા બિલ્ડરોની મોટી જાહેરાતો હવે ફ્લેટ ખરીદદારોને આકર્ષિત કરશે નહીં. બિલ્ડર જે ફ્લેટ્સ બનાવે છે અને વેચે છે તે સારા છે કે ખરાબ, તે બિલ્ડરોના સ્ટાર કહેશે. ઉત્તર પ્રદેશ રીઅલ સ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) બિલ્ડરને સ્ટાર્સ આપવાનું કામ કરશે. ફ્લેટ ખરીદદારોને છેતરપિંડીથી બચાવવા માટે રેરા નવો કાયદો લાવી રહી છે. નવા કાયદા માટેની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે. રેરાની તાજેતરની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. રેરાએ આ દરખાસ્ત યુપી સરકારને પણ મોકલી છે.

નોંધનીય છે કે રેરા દ્વારા બનાવવામાં આવતો કાયદો ફક્ત નોઈડા, ગ્રેટર નોઈડા, યમુના એક્સપ્રેસ વે ઓથોરિટી હેઠળ આવતા બિલ્ડરોને લાગુ નહીં પડે, પરંતુ તેનો અમલ યુપીના તમામ શહેરોમાં કરવામાં આવશે. આ નવો કાયદો ખરીદદારોને મોટી રાહત આપશે. બિલ્ડરને સ્ટાર મળે છે તે જોઈને ખરીદનાર નક્કી કરી શકશે કે ફ્લેટ કોની પાસેથી ખરદીવો અને કોની પાસેથી નહિ. યુપી સરકારની મંજૂરી મળતાં જ રેરા આ નવા કાયદાને લાગુ કરશે.

ગ્રેડિંગમાં આપવામાં આવશે સ્ટાર

રેરાથી જોડાયેલા અધિકારિઓનું માનીએ તો, જે બિલ્ડરને 5 સ્ટાર આપવામાં આવશે તેનું કામ એક્સિલન્ટ હશે. તો 4 સ્ટાર પામનારા બિલ્ડરનું કામ સ્ટ્રોંગ માનવામાં આવશે. આવી રીતે જેને 3 સ્ટાર મળશે તેનું કામ ઠીકઠાક અને 2 સ્ટાર કે તેનાથી ઓછા 1 સ્ટાર મળનારા બિલ્ડરની પરિયોજના ખરાબ છે તેવું માનવામાં આવશે.

5 અને 4 સ્ટાર મળનારા બિલ્ડરે કરવુ પડશે આ કામ

જે કોઈ બિલ્ડર ઈચ્છે છે કે તેને 5 કે 4 સ્ટાર મળે તો તેને ખરીદીકરનારને ફ્લેટ પોતે કરેલા વાદા અનુસાર સમય પર આપવો પડશે. જેમકે, 5 સ્ટાર માટે નક્કી સમય પર ફલેટનો કબ્જો ખરીદનારને સોંપવો પડશે. જો નક્કી થયેલા સમયના 4 મહિના બાદ કબ્જો સોંપવામાં આવશે તો તેને 4 સ્ટાર મળશે. 8 મહિના બાદ સોંપવા પર 3 સ્ટાર અને જો ફલેટનો કબ્જો આપવામાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો તો રેરા તેવા બિલ્ડરને 2 સ્ટાર આપશે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો