GSTV
Gujarat Government Advertisement

આ તે કેવુ! ચિઠ્ઠી ઉપાડીને યુવતીનું ભવિષ્ય ભાખ્યું, લગ્ન કે પછી જીંદગીભરની મળી ગઈ સજા

Last Updated on March 6, 2021 by

ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે એક ફિલ્મી ડ્રામાથી ઓછો નથી. આ કહાની તમે કદાચ ફિલ્મમાં જોઈ હશે પરંતુ અહિં રીલ નહિ રીયલ લાઈફમાં આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જયાં પંચાયત નિર્ણય લે છે અને તેને જબરદસ્તી માન્ય પણ રાખવો પડે છે. હાં આ કિસ્સો બન્યો છે UPના ટાંડા વિસ્તારમાં એક યુવતી ચાર યુવકો સાથે ભાગી ગઈ હતી. એ પછી પંચાયતે તેને પકડી પાડી હતી અને ચિઠ્ઠી નાખીને એ ચારમાંથી કોઈ એક યુવાન સાથે લગ્ન નક્કી કરી દીધા હતા.ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના ટાંડા વિસ્તારમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. એક યુવતી તેના ચાર પુરુષ મિત્રો સાથે ભાગી ગઈ હતી. પરિવારજનોએ અને પંચાયતે એ યુવતીની શોધખોળ આદરી હતી. થોડા દિવસ પછી યુવતી ચારેય દોસ્તો સાથે ઝડપાઈ ગઈ હતી. પરંતુ એ યુવતી તેના 4 પુરુષ મિત્રો સાથે કયા કારણોસર પલાયન થઈ હતી તે કારણ જાણવા મળ્યુ નથી. આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો.

પંચાયતે અને યુવતીના પરિવારે ચારેય યુવકો સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૃ કરી હતી. એ પછી યુવકોના પરિવારે પંચાયત બોલાવવાની માગણી કરી હતી. પંચાયતે બન્ને પક્ષને સાંભળ્યા પછી બે દિવસનો સમય માગ્યો હતો.
બે દિવસ પછી ફરી પંચાયત ભરાઈ હતી. પંચાયતે યુવતી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે ચારમાંથી તેને જે ગમે તે એક યુવક સાથે તે લગ્નનો નિર્ણય જાહેર કરે. યુવતીને લગ્ન કરવાની ઈચ્છા ન હતી. યુવકો પણ લગ્ન માટે તૈયાર ન હતા. છતાં પંચાયતે શરત રાખી કે કોઈ એક સાથે યુવતીએ લગ્ન કરવા પડશે. યુવતી ભારે મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. ચારેય દોસ્તોમાંથી તે કોઈ એકને પસંદ કરી શકતી ન હતી.

એ પછી પંચાયતે વિચિત્ર રસ્તો કાઢ્યો. યુવતી સાથે ભાગી ગયેલા ચારેય યુવકોના નામની ચિઠ્ઠી બનાવીને એક બાળકના હાથે ચિઠ્ઠી ઉપાડી. ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે તેની સાથે યુવતીએ લગ્ન કરવા એવો વિચિત્ર નિર્ણય થયો. ચિઠ્ઠીમાં જેનું નામ નીકળ્યું તેની સાથે લગ્નનું નક્કી જ ન થયું, પરંતુ ઘડિયા લગ્ન લેવાઈ ગયા. ફેરા ફેરવીને પંચાયતે લગ્ન થઈ ગયા હોવાનું જાહેર કર્યું. ચિઠ્ઠી ઉછાળીને વરરાજાની પસંદગી થઈ તે મુદ્દે આખા વિસ્તારમાં ભારે ચર્ચા જામી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો