GSTV
Gujarat Government Advertisement

કામનું / આ વર્ષે મફતમાં વિતરણ કરાશે 1 કરોડ Gas Connections, આવી રીતે ઉઠાવો સ્કીમનો ફાયદો

Last Updated on April 5, 2021 by

2021 ના ​બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ નવા જોડાણો વિતરણ કરવાની જાહેરાત કરી હતી. ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે આવતા પરિવારોને એલ.પી.જી. જોડાણો વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે. અહેવાલ મુજબ, 31 જાન્યુઆરી 2021 સુધી આ યોજના હેઠળ 83 મિલિયન એલપીજી જોડાણો વિતરણ કરવામાં આવ્યા છે. બજેટની ઘોષણા મુજબ હાલના નાણાકીય વર્ષમાં નવા રાજ્યો અને પ્રદેશો જ્યાં તેની પહોંચ ઓછી છે ત્યાં નવા ગેસ જોડાણોનું વિતરણ કરવામાં આવશે.

સરકાર માટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સૂચિ પણ મહત્વપૂર્ણ છે, તે જ આધારને ધ્યાનમાં લેતા સરકાર જરૂરતમંદોને ઘણી યોજનાઓ અને લાભ પ્રદાન કરે છે. કોરોના લોકડાઉનમાં, સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ આ યોજનાના દરેક લાભકર્તાઓને વિના મૂલ્યે ત્રણ ગેસ સિલિન્ડરોનું વિતરણ કર્યું હતું.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1 મે 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જ્યારે તમે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન લો છો, ત્યારે સ્ટવ સાથેનો કુલ ખર્ચ 3,200 રૂપિયા છે. આમાં સરકાર દ્વારા સીધી રૂ. 1,600 ની સબસિડી આપવામાં આવે છે અને તેલ કંપનીઓ બાકીની રકમ 1,600 આપે છે, પરંતુ ગ્રાહકોએ EMI ના રૂપમાં ઓઇલ કંપનીઓને રૂ. 1,600 ચૂકવવા પડે છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે કેવી રીતે અરજી કરવી?

બીપીએલ પરિવારની કોઈ પણ મહિલા ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવવા માટે અરજી કરી શકે છે. આ માટે તમારે કેવાયસી ફોર્મ ભરવું પડશે અને તેને નજીકના એલપીજી સેન્ટરમાં સબમિટ કરવું પડશે. ઉજ્જવલા યોજનામાં અરજી કરવા માટે, 2 પાનાના ફોર્મ, જરૂરી દસ્તાવેજો, નામ, સરનામું, જન ધન બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર વગેરે આવશ્યક છે. અરજી કરતી વખતે, તમારે એ પણ કહેવું પડશે કે શું તમે 14.2 કિલો સિલિન્ડર લેવાનો છે કે 5 કિલોગ્રામનો.

ઉજ્જવલા યોજનાની અરજી તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. તમે નજીકના LPG કેન્દ્ર પરથી પણ અરજી ફોર્મ લઈ શકો છો.

ઉજ્જવલા યોજના માટે કયા દસ્તાવેજ છે જરૂરી

– પંચાયત અધિકારી અથવા નગર નિગમ પાલિકા અધ્યક્ષ દ્વારા અધિકૃત BPL કાર્ડ

  • BPL રાશન કાર્ડ
  • ફોટો આઈડી ) આાધાર કે વોટર આઈડી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • રાશન કાર્ડની કોપી
  • ગેઝેટેડ અધિકારી (ગેઝેટેડ અધિકારી) દ્વારા સ્વ-ઘોષણાની ચકાસણી
  • LIC પોલિસી, બેંક સ્ટેટમેન્ટ
  • BPL યાદિમાં નામની પ્રિંટ આઉટ

ઉજ્જવલા યોજના માટે અન્ય જરૂરી વાતો

  • અરજી કરનારનું નામ SECC-2011ના આંકડાઓમાં હોવુ જોઈએ.
  • અરજી કરનાર મહિવા હોવી જોઈએ. જેની ઉંમર 18 વર્ષથી નીચે ન હોવી જોઈએ.
    -મહિલા BPL પરિવારમાંથી હોવી જોઈએ.
  • મહિલાનું એક બચત ખાતુ કોઈ રાષ્ટ્રીય બેંકમાં હોવુ જોઈએ.
  • અરજીકરનારના ઘરમાં કોઈના નામથી પહેલાથી જ LPG કનેક્શન હોવુ જોઈએ નહિ.
  • અરજીકરનાર પાસે BPL કાર્ડ અને BPL રાશન કાર્ડ હોવુ જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો