GSTV
Gujarat Government Advertisement

મોદી સરકારની ઉજ્જવલા યોજનાની વાસ્તવિકતા: 8 મહિનાથી નથી મળતી રસોઈ ગેસની સબ્સિડી, મહિલાઓએ ખાલી બાટલા વેચવા કાઢ્યા

Last Updated on February 28, 2021 by

રસોઈ ગેસના ભાવ સતત વધી રહ્યા છે. તેના વિરુદ્ધ બિહારના પટના સિટીમાં ઉજ્જલા અંતર્ગત કનેક્શન લેનારી મહિલાઓ રસ્તાઓ પર ઉતરી આવી હતી. લાઈનમાં બેઠેલી મહિલાઓ સિલેન્ડર લ્યો, સિલેન્ડર લ્યોની બૂમો પાડી રહી હતી. તેમનું કહેવુ હતું કે, સરકારે છેલ્લા 8 મહિનાથી સબ્સિડી બંધ કરી દીધી છે. ત્યારે હવે રસોઈ ગેસના ભાવે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે.

મહિલાઓનું કહેવું છે કે, ત્રણ મહિનાથી સિલેન્ડરની કિંમતમં બસો રૂપિયા ભાવ વધારી દેવામાં આવ્યો છે. પહેલા સિલેન્ડર 742 રૂપિયાનો આવતો હતો. જેમાં સબ્સિડી 245.20 રૂપિયા મળતી હતી. ત્યારે હવે સિલેન્ડરનો ભાવ 892.50 રૂપિયા થઈ ગયા છે. અને સબ્સિડી પણ ઘટીને 79.26 રૂપિયા થઈ ગઈ છે. મહિલાઓનું કહેવુ છે કે, જ્યારે સિલેન્ડર ભરાવી શકતા નથી, તો પછી ખાલી બાટલો રાખવાનો શું મતલબ.

અહીં ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે 2016માં ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. જેનો ઉદ્દેશ્ય ગ્રામિણ વિસ્તારોમાં ગરીબ લોકોને ચૂલામાં આઝાદી અપાવાનો હતો. જેના માટે ગેસ સિલેન્ડર આપ્યા હતા. પીએમ મોદીએ આ યોજના ઉત્તર પ્રદેશના બલિયામાંથી શરૂ કરી હતી. જો કે, મોદી સરકાર આવા કિસ્સાઓ બનવા છતાં પોતાની મોટી ઉપલબ્ધી ગણાવીને જનતામાં પ્રચાર કરતા થાકતા નથી. પણ હકીકત એ છે કે, સિલેન્ડર અને ગેસ ચૂલો ઘરોમાં પહોંચી ગયો, પણ ઘરોમાં આજે પણ લોકો પરંપરાગત રીતે જ ખાવાનું બનાવે છે.

2018ની સરખામણીએ 2021માં સ્થિતી જોઈએ તો, સિલેન્ડરના ભાવમાં ખૂબ વધારો થયો છે. સરકારે ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં સિલેન્ડરના ભાવમાં બસો રૂપિયાનો વધારો થયો છે. પહેલા ડિસેમ્બરમાં ભાવ 100 રૂપિયા વધ્યા હતા. બાદમાં ફેબ્રુઆરીમાં તેની કિંમતમાં વધુ 100 રૂપિયાનો વધારો થયો. સામાન્ય લોકોનું કહેવુ છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમત પહેલાથી જ કમરતોડ ભાવ છે, ત્યારે સરકારે રસોઈ ગેસ સિલેન્ડરના ભાવ વધારીને બજેટ બગાડી નાખ્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો