GSTV
Gujarat Government Advertisement

TWITTER કરાવશે કમાણી: સોશિયલ મીડિયા પરથી આ રીતે કમાણી કરો, થોડી દિવસમાં જ બની જશો લખપતિ

Last Updated on February 28, 2021 by

સોશિયલ મીડિયા પર એવા કેટલાય પ્લેટફોર્મ છે, જેના દ્વારા તમે લાખોની કમાણી કરી શકો છો. તેમાં યૂટ્યૂબ અને ફેસબુક પણ શામેલ છે. ત્યારે હવે બહુ જલ્દી તમે ટ્વીટર પરથી પણ કમાણી કરી શકશો. ટ્વીટર પર ટૂંક સમયમાં જ નવા ફિચર્સ આવવાના છે. તેમાંથી જ તમને કમાણીનો મોકો મળશે. આપને ટ્વીટના પૈસા પણ મળશે. જો તમે ટ્વિટર યુઝ નથી કરતા તો ફટાફટ અકાઉન્ટ બનાવો અને આવનારા ફિચર્સનો લાભ ઉઠાવવા માટે તૈયાર રહો.

ફોલોઅસર્થી થશે કમાણી

જે નવા ફિચર્સ આવનારા છે, તેમાં એક ખાસ સુવિધા ખાસ ચર્ચામાં છે. આ ફિચર છે એક્સક્યૂઝિવ કંટેટનું. આ નવું ફિચર્સ ટ્વિટર વપરાશકારોને સ્પેશિયલ કંટેટનું એક્સેસ મેળવવા માટે પોતાના ફોલોઅર્સ પાસેથી પૈસા લેવાની સુવિધા આપશે. જો તમે એક ટ્વિટર યુઝર્સ છો અને તમે તમારા ફોલોઅર્સને ખાસ કંટેટ એક્સેસ આપવા માગો છો તો, આપ તેની પાસેથી પૈસા લઈ શકો છો.

કમાણીનો નવો રસ્તો એક્સક્લૂઝિવ કંટેટ ફીચર ટ્વિટર ઉપગોયકર્તા માટે કમાણીનો એક નવો રસ્તો ખોલી આપશે. તે પોતાના ફોલોઅર્સ પાસેથી એકસ્ટ્રા કંટેટનો ચાર્જ લઈ શકશે. તેમાં અમુક ખાસ વીડિયો, ડીલ્સ, ડિસ્કાઉન્ટ અને ન્યૂઝ લેટર જેવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. આ ફીચરને સુપર ફોલો નામ આપવામાં આવ્યુ છે. સુપર ફોલો ફિચર આ વર્ષે ટ્વિટર પર યુઝર્સને મળવાનું છે.

ડબલ કરવી છે ઈન્કમ

ટ્વિટરનો ઉદ્દેશ્ય પોતાની ઈન્કમ 2023 સુધી ડબલ કરવાનો છે. એટલા માટે કંપનીએ નવો પ્લાન અને ફીચર પર કામ કરી રહી છે. 2023 સુધી ક્લબહાઉસની માફક લાઈવ ઓડિયો ડિસ્ક્શન માટે એક હોસ્ટિંગ પ્લેટફોર્મ પણ લાવશે. ટ્વિટર સ્પેસને ટેસ્ટીંગ હાલમાં ચાલી રહ્યુ છે. જેનાથી લગભગ વપરાશ કારો તેનો ઉપયોગ કરી શકશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો