Last Updated on March 2, 2021 by
જો તમે પણ ટ્વિટર પર એકટિવ છો અને કંઈપણ સમજયા વગર કોઈપણ વસ્તુને શેર કરી તો તમારે સતર્ક રહેવાની જરૂર છે. ટ્વિટર પર કોઈપણ પ્રકારની ભ્રામક જાણકારી શેર કરવી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો કોરોનાની ખોટી જાણકારી શેર કરવા પર તમારા અકાઉન્ટને પણ બ્લોક કરી શકે છે.
કંપનીએ આ ટ્વિટસને લેબલ કરવાની વાત કરી છે. જેમાં કોવિડ વેક્સીનેશનને લઈને ભ્રામક સૂચનાઓ હશે. સાથે જ જો કોઈ વારંવાર એવુ કરે છે તો કંપની તેને હંમેશા માટે સસ્પેંડ પણ કરી શકે છે. ટ્વિટર દ્વારા આ પ્રકારના ભ્રામક ટ્વીટસ વિરુદ્ધ એક સ્ટ્રાઈક સિસ્ટમનો ઉપયોગ કરાશે અને 5 અથવા તેનાથી વધુ સ્ટ્રાઈક બાદ અકાઉન્ટને હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે.
દુનિયાભરમાં 1.15 કરોડ અકાઉન્ટસ પર થઈ ચૂકી છે કાર્યવાહી
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, અમારુ માનવુ છે કે, સ્ટ્રાઈક સિસ્ટમથી લોકોને અમારી પોલિશી વિશે જાણવામાં મદદ મળશે. જેનાથી ટ્વિટર પર સંભવિત રૂપથી હાનિકારક અને ભ્રામક જાણકારીઓના પ્રસારને કેટલીક હદ સુઘી ઓછી કરી શકાય. કોવિડ-19ને લઈને નિયમોને જારી કર્યા બાદથી અત્યાર સુધી ટ્વિટરે 8,400 થી વધારે ટ્વીટ્સ હટાવ્યા છે અને દુનિયાભરમાં1.15 કરોડ અકાઉન્ટસને ચેતવણી આપી છે.
આવી રીતે કામ કરશે Twitterની સ્ટ્રાઈક સિસ્ટમ
એક સ્ટ્રાઈક બાદ તમારા અકાઉન્ટને લઈને કોઈ એકશન લેવામાં નહિ આવે. બે સ્ટ્રાઈક બાદ અકાઉન્ટને 12 કલાક માટે લોક કરી દેવામાં આવશે. ત્રણ સ્ટ્રાઈક બાદ અકાઉન્ટને આગામી 12 કલાક માટે બીજીવાર લોક કરી દેવામાં આવશે. 4 સ્ટ્રાઈક બાદ 7 દિવસ સુઘી અકાઉન્ટને લોક કરી દેવામાં આવશે. અને 5 અથવા તેનાથી વધુ સ્ટ્રાઈકનો મતલબ હંમેશા માટે અકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31