Last Updated on March 6, 2021 by
દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા ઉપયોગ કરાતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર આ દિવસોમાં એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરનું નામ Undo Send થશે. આ ફીચર યૂઝર્સને સેંડ બટન પર ટેપ કર્યા બાદ પણ નક્કી સમયમાં ટ્વિટ અનપબ્લિશ કરવાનો ઓપ્શન આપશે.
Undo Send ટાઈમર પર કામ કરી રહી છે કંપની
હાલ Undo Send ફીચરની ટેસ્ટીંગ કરાઈ રહી છે. આ ફીચરમાં એક ટાઈમર મળશે. જેના ખતમ થવા પહેલા તમે તોઈપણ ટ્વિટને પબ્લિશ કર્યા બાદ પણ UNDO કરી શકશો. ટાઈમર ખતમ થવા બાદ UNDO નહિ કરી શકો. આ ફીચરની શોધ ટેક બ્લોગર જેન માનચૂન વાંગે કરી હતી. જણાવી દઈએ કે, હાલ ટ્વિટર પર કોઈ ટ્વિટ કરતા સમયે ભૂલ થાય છે. તો પોસ્ટ થયા બાદ તેને એડિટ નથી કરી શકાતું. નવા ફીચર આવ્યા બાદ ટ્વિટમાં કોઈ ટાઈપો ભૂલ જોવા પર યૂઝર્સ તેને કેંસલ કરી શકશે.
હાલમાં જ Twitterમાં જોડાયુ વોયસ ફીચર
હાલમાં જ ટ્વિટરે પોતાના પ્લેટફોર્મમાં વધુ એક ફીચર જોડયુ છે. કંપની પોતાના પ્લેટફોર્મ પર ડાયરેકટ મેસેજ માટે એક નવી વોયસ મેસેજીંગ ફીચરની ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરની મદદથી યૂઝર્સ હવે 140 સેકંડ લાંબો વોયસ મેસેજને ડાયરેકટ મેસેજમાં મોકલી શકે છે. કંપનીએ આ ફીચરને એન્ડ્રોઈડ અને IOS બંન્ને યૂઝર્સને ઉપલબ્ધ કરાવ્યુ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31