Last Updated on March 30, 2021 by
એક રિપોર્ટ અનુસાર હજારો ટ્વિટર યૂઝર્સે સોમવારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શક્યા નથી. એક વેબસાઈટ અનુસાર 18 હજારથી વધુ યુઝર્સએ માઈક્રો બ્લોગિંગ સાઈટ સાથે મુદ્દાઓની સૂચના આપી અને કેટલાક યૂઝર્સે ટ્વિટર પર હેશટેગ “#Twitterdown”નો ઉપયોગ કરતા આઉટેજ વિશે ફરીયાદ કરી છે.
Reuters અનુસાર કેટલાક ટ્વિટર હેંડલ પર આ વાતની ફરીયાદ કરાઈ છે અને યૂઝર્સને પણ ટ્વિટર પર પરેશાની આવી રહી છે. ટ્વિટરના યૂઝર્સને એપ (iOS) અને વેબસાઈટ બંને પર ક્રેશ થયું હતું. અમેરિકાના સમય અનુસાર યૂઝર્સને 10:30 (ભારતીય સમય અનુસાર 8:10 PM) પર પરેશાની શરૂ થઈ હતી. તેની અસર અમેરિકામાં બોસ્ટન, ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને એટલાંટા પર લધારે દેખાશે. જોકે, ઈન્ડિયન યૂઝર્સ માટે સારી રીતે કામ કરી રહ્યુ છે.
Having problems on Twitter this morning?
— ༺❆ᗙ Martin ?️⚧️ ᗛ❆༻ ¸.•*´¯*⊱• ⁛҉ (@KlatuBaradaNiko) March 29, 2021
not your imagination#TwitterDown for some pic.twitter.com/oBprmXNBnU
Downdetector એ પોતાના પ્લેટફોર્મ પર યૂઝર દ્વારા કરાયેલી પોસ્ટ સહિત સોર્સીસની એક સીરીઝથી સ્ટેટસ રિપોર્ટને કોલાઝ કરી આઉટેજ ટ્રેક કરી છે. આઉટેજ મોટી સંખ્યામાં યૂઝર્સને પ્રભાવિત કરી શકતા હતા. જે 46 ટકા યૂઝર્સે સાઈટ સુધી પહોંચવાની ફરીયાદ કરી, તેણે પોતાના ડેસ્કટોપના માધ્યમથી પ્લેટફોર્મ પર લોગઈન કરવામાં સમસ્યા થઈ. બાકી 44 ટકા એ કહ્યુ કે, તેણે ટ્વિટર iPhone એપમા માધ્યમથી લોગઈન કરતા સમયે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
જણાવી દઈએ કે, કેટલાક દિવસ પહેલા વ્હોટસેપ અને ફેસબુક ડાઉન થયા હતા અને હવે ટ્વિટર યૂઝર્સને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. હાલ એ ક્લિયર નથી કે ટ્વિટર પર થયેલી પરેશાનીનું સાચુ કારણ શું છે. તો Twitter એ હાલ આ સમસ્યાને લઈને કોઈ અપડેટ કર્યુ નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31