Last Updated on April 1, 2021 by
અમેરિકામાં જૂડવા ભાઈઓએ બેંક લૂંટવાનો પ્રૈંક કરવો ભારે પડી ગયો છે. આ બંને ભાઈઓને આ અપરાધ માટે દોષિત ગણાવી તેને હવે સામાજિક સેવા કરવાની રહેશે. એલન અને એલેક્સ સ્ટોક્સ નામના બંને ભાઈઓના કારણે પોલીસે એક નિર્દોષ ઉબેર ડ્રાઈવરને આરોપી માનીને તેના ઉપર બંધુક તાણી હતી. કોર્ટે બુધવારે એલન અને એલેક્સ સ્ટોક્સને તેના અપરાધ માટે દોષિત ગણાવ્યાં છે. ઓક્ટોબર 2019માં કેલિફોર્નિયામાં રહેનારા એલન અને એલેક્સએ એક ઉબેર ડ્રાઈવરે બોલાવ્યો હતો. આ દરમયાન બંને ભાઈઓએ કાળા રંગના કપડા પહેર્યાં હતાં અને માસ્ક લગાવેલા હતા. તો એક બેગમાં નકલી નોટ ભરેલી હતી. બંને ભાઈઓ આ દરમયાન ચૂપચાપ રીતે પોતાનો વીડિયો પણ બનાવી રહ્યાં છે. એલન અને એલેક્સને લેવા માટે પહોંચેલા ઉબેર ડ્રાઈવર પ્રૈંકથી અજાણ હતા. બંનેને ચોર સમજીને તેને કારમાં બેસવા માટે ના પાડી દીધી હતી.
ડ્રાઈવરને સમજ્યો ચોરનો સાથી
આ ઘટનાને એક વ્યક્તિએ જોયું અને તેને લાગ્યું કે, ઉબેર ડ્રાઈવર આ બંને છોકરાની સાથે છે. તેણે પોલીસને ફોન કર્યો અને જણાવ્યું કે અહીંયા ચોર કાર ચોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમયાન પોલીસ આવી અને તેને ડ્રાઈવરને બંને ભાઈઓના સાથી સમજીને બંધુકની અણીએ ધરપકડ કરી હતી. જો કે બાદમાં ડ્રાઈવરે પોલીસને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો અને તેને છોડી મુકવામાં આવ્યો. તો પોલીસે બંને ભાઈઓ ઉપર કેસ દાખલ કર્યો હતો.
જજે બંને ભાઈઓને લગાવી ફીટકાર
ઓરેન્જ કાઉન્ટીના જિલ્લા અટોર્ની ટોડ સ્પિટ્ઝરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ રીતના અપરાઘોના કારણે કોઈ પણ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ શકે છે અને માર્યો પણ જાય છે. તેણે કહ્યું કે, બેંક લૂંટ દરમયાન પોલીસ ઝડપથી પ્રતિક્રિયા આપે છે અને તે પોલીસ અધિકારી જોખમમાં પડનારા લોકોની મદદ કરવા માટે પોતાની જિંદગી પણ જોખમમાં મુકે છે. એટોર્નીએ કહ્યું કે, આ ગેરજવાબદારી ભરેલુ અને લાપરવાહી ભર્યું હતું. આ બંને છોકરાઓએ પોલીસ અધિકારી અને નિર્દોષ ઉબેર ડ્રાઈવરની સુરક્ષાની તુલનામાં ઈન્ટરનેટ ઉપર પોતાના ફોલોઅર્સની સંખ્યા વધારવાને વધારે પ્રાધાન્ય આપ્યું હતું.
સામાજિક સેવાની મળી સજા
23 વર્ષીય બંને ભાઈઓને કોર્ટે મોટા અપરાધ નહીં પણ તેની જગ્યાએ નાના અપરાધવાળા કેસમાં દોષિ ગણ્યા. આ બંનેને 160 કલાકની સામાજિક સેવા કરવાની સજા આપવામાં આવી છે. સાથે જ આ બંને ભાઈઓને વળતર ચુકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. બંને ભાઈઓના યુટ્યુબ ઉપર 60 લાખ સબ્સક્રાઈબર છે. તે સિવાય ટિકટોક ઉપર તેના ત્રણ કરોડ ફોલોઅર્સ છે. આ લોકોએ ઘણી વખત પોતાના પરિવાર અને દોસ્તોની સાથે પણ પ્રૈંક કર્યા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31