GSTV
Gujarat Government Advertisement

‘Taarak Mehta Ka Ooltah Chashmah’જોવા મળશે એક નવા અંદાજમાં , સોની સબે શેર કર્યો આ જબરદસ્ત પ્રોમો

Last Updated on March 24, 2021 by

ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી લોકોને હસાવી રહ્યો છે. દરેક ઘરમાં શૉને ખૂબ જ આનંદપૂર્વક જુએ છે. આ વચ્ચે દર્શકોએ માટે એક સારા સમાચાર છે. ટેલીવિઝન સીરીઝ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને હવે એનિમેટેડ સીરીઝમાં બદલવામાં આવી રહ્યો છે. એપ્રિલમાં ચેનલ ‘સોની સબ’ એનિમેટેડ સીરીઝ બતાવશે. તેમાં લોકપ્રિય પાત્ર જેઠાલાલ, દયા, બાપૂજી અને ટપુ એંડ કંપનીને ફરીથી એક શાનદાર અવતારમાં બતાવાશે. આ સમાચારને લઈને સોનીએ હાલમાં જ ખૂલાસો કર્યો છે.

કાર્ટૂન અવતારમાં જોવા મળશે શૉ

શૉનો પ્રોમો વીડિયો સોનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં ટપ્પુ, જેઠાલાલ, દયાબેન, બાપૂજી અને શૉના બીજા કેરેકટર્સને એનિમેટેડ અવતારમાં બતાવાયા છે. પ્રોમો વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે. ‘વીસપુરની રોમાંચક ખબર. આ પ્રોમોનો પહેલો એક્સક્લૂઝિવ લૂક આપવામાં આવ્યો છે.’ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સોની સબ ચેનલ પર પ્રસારિત થનારો એક લોકપ્રિય શૉ રહ્યો છે. તે જૂલાઈ 2008માં પહેલીવાર પ્રસારિત થયો હતો અને ત્યારથી તે ટેલિવિઝન પર સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ શૉ ગોકુલધામ નામની સોસાયટીમાં રહેનારા કેટલાક પરિવારોની આસપાસ ફરે છે. જયાં તમામ ધર્મોના પરિવાર એકસાથે રહે છે અને પોતાની દિન-પ્રતિદિનની સમસ્યાઓને એક સાથે મળીને હાસ્ય સાથે સોલ્વ કરે છે. તેમાં દિલિપ જોશી, દિશા વાકાણી, શેલેશ લોઢા અને મૂનમૂન દત્તા તરફથી ભજવવામાં આવતા પાત્ર ખાસ કરીને લોકોને આકર્ષિત કરતા રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો