Last Updated on March 26, 2021 by
પાકિસ્તાનની એક્ટ્રેસ સબા બુખારીએ ટીવી ઇન્ડસ્ટ્રીનું કાળું સત્ય ઉજાગર કર્યું છે. સબાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું કે કેવી રીતે પુરુષ નિર્માતાઓની અસ્લિલ વાતોનો સામનો કરવો પડે છે. અભિનેત્રીએ પોતાનો અનુભવ શેર કરતા કાસ્ટિંગ કાઉચ અંગે ખુલ્લીને વાત કરી છે. સબા બુરાખીના ખુલાસા પછી પાકિસ્તાની એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ભૂચાલ આવી ગયો છે.
કર્યા કેવા કેવા Comments
અભિનેત્રી સબા બુખારીએ લખ્યું કે ઘણા પુરુષ ડાયરેક્ટર સાથે ઘણા ખરાં અનુભવ ખુબ ખરાબ રહ્યા. કોઈએ કહ્યું કે તમારી અંદર આત્મ વિશ્વાસ નથી અને આ ઇન્ડસ્ટ્રીમાં આગળ નહિ વધી શકે. જયારે કોઈએ કહ્યું કે એવું કેવી રીતે થઇ શકે છે કે કોઈએ તમારી સાથે કોઈએ સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો ન હોય. એક્ટ્રેસે સ્વીકાર્યું કે ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ પુરુષોથી એ શબ્દ સાંભળ્યા પછી હું એકદમ તૂટી ગઈ હતી.
‘અહીં સારી છોકરીઓની જરૂર નથી’
સબા બુખારીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘એક નિર્દેશકે મને કહ્યું કે સમસ્યા એ છે કે તમે સારી છોકરી છો અને સારી છોકરીઓ આ ફિલ્ડમાં સફળતા ન મેળવી શકે.’ તેમણે એમ પણ કહ્યું કે એક ડિરેક્ટર તેમને કહેતા હતા, ‘અમે તમને કામ અને ભાવ કેમ આપીએ જ્યારે અન્ય છોકરીઓ કામના બદલામાં સૂવા માટે તૈયાર હોય’. સબાહના આ સનસનાટીભર્યા આરોપ બાદ પાકિસ્તાની મનોરંજન ઉદ્યોગમાં ભૂકંપ સર્જાયો છે. એવું માનવામાં આવે છે કે બીજી અભિનેત્રીઓ આગળ આવી શકે છે.
કોઈ ડિરેક્ટરનું નામ સ્પષ્ટ કર્યું નથી
સબાએ પાકિસ્તાનમાં ઘણી ડ્રામા સિરીયલોમાં કામ કર્યું છે. 2013 માં, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રવેશ કર્યો. ‘રસ્મ-એ-દુનિયા’ અને ‘જુડાઇ’ જેવી સિરિયલો પાકિસ્તાની ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત રહી છે. સબાએ સીધા જ કોઈ ડિરેક્ટરનું નામ લીધું ન હતું, પરંતુ તેણે કહ્યું હતું કે તે તેના શબ્દો કાયમ રહેશે. ઉલ્લેખનીય છે કે કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31