Last Updated on February 27, 2021 by
કોરોનાનો ઉપદ્રવ શરૃ થતાની સાથે જ આયુર્વેદિક ઔષધોમાં તેમ જ ઘરગથ્થુ વપરાશમાં હળદરનો ઉપયોગ ખૂબ જ વધી જતા હળદરના વેપારમાં જબરજસ્ત તેજી આવી છે. હળદરના મોટામાં મોટા મથક ગણાતા મહારાષ્ટ્રના સાંગલીના બજારમાં રાજાપુરી હળદરનું ૨૫ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાણ થયું હતું.
ઉંચામાં ઉંચા ૨૫ હજાર રૂપિયાના ભાવે હળદરનું વેચાણ
સાંગલીની બજારમાં ક્વિન્ટલ દિઠ ઓછામાં ઓછા ૭૫૦૦ રૂપિયાથી લઇને ઉંચામાં ઉંચા ૨૫ હજાર રૃપિયાના ભાવે હળદરનું વેચાણ થયું હતું. આમ સરેરાશ ૧૬,૨૫૦ રૂપિયામાં હળદરના સોદા થયા હતા.
મહામારીના પગપેસારા પછી હળદરના ઉપયોગમાં પણ પ્રચંડ વધારો
શરદી અને ખાંસીમાં હળદરનો ખાસ ઉપયોગ થાય છે કરોનામાં હળદરવાળું ગરમ દૂધ પીવાની સલાહ આપવામાં આવતી હતી. આ ઉપરાંત આયુર્વેદિક કાઢા અને ઔષધોમાં પણ હળદરનો સદીઓથી ઉપયોગ થતો આવ્યો છે. હળદર શ્રેષ્ઠ એન્ટીસેપ્ટીક ગણાય છે. હળદર અનેક ઔષધીય ગુણો ધરાવે છે. વાનગીઓમાં પણ મસાલા તરીકે ઉપયોગ થાય છે. કોરોના મહામારીના પગપેસારા પછી તુલસીની સાથે હળદરના ઉપયોગમાં પણ પ્રચંડ વધારો થયો છે. આની સીધી અસર હળદરના વેપાર પર પડી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31