Last Updated on February 27, 2021 by
હાલના દિવસોમાં લોકો પોતાના ખાનપાનમાં ખૂબ ફેરફાર કરી રહ્યા છે. ફળ, શાકભાજી, અનાજ તથા ફાઈબરથી ભરપૂર વસ્તુઓનુ સેવન ઓછુ કરી રહ્યા છે. અને પ્રોસેસ્ડ ફૂડ, બ્રેડ, મેંદાથી બનેલી વસ્તુઓ વધારે ખાઈ રહ્યા છે. સાથે જ ફિઝીકલ એક્ટિવિટી પણ ઓછી થઈ રહી છે. અને આ બધાની અસર ફક્ત આપની તબિયત પર જ નહીં, પાચન પર પણ પડે છે. તેથી કબ્જ દૂર કરવા માટે સ્ટૂલ સોફ્ટનર અથવા કોઈ અન્ય દવાની જગ્યાએ જો આયુર્વેદિક રીત અપનાવામાં આવે તો પેટ સરળતાથી સાફ થશે અને કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહીં લાગે.
આયુર્વેદમાં કબ્જને વિબંધ કહે છે
ભારત સરકારના નેશનલ હેલ્થ પોર્ટલમાં જણાવ્યા પ્રમાણએ આયુર્વેદમાં કબ્જને વીબંધ કહેવાય છે. તેમાં નિયમીત રીતે મળત્યાગ નહીં થવા, સંડાસ જાડો આવવો, મળ ત્યાગ સમયે વધારે જોર આપવુ પડે છે. આ ઉપરાંત દુખાવો, પેટ ફૂલવુ, પેટમાં અસહજતા અનુભવાય જેવી પરેશાનીનો સામનો કરવો છે. પાણી ઓછુ પીવુ, ફાઈબર વાળી વસ્તુઓ ઓછી ખાવી અથવા તો કોઈ દવાની સાઈડ ઈફેક્ટના કારણે કબ્જની સમસ્યા આવી શકે છે. ક્યારેક ક્યારેક કોલોન કેન્સર જેવી કોઈ ગંભીર બિમારીના કારણે પણ કબ્જની સમસ્યા જોવા મળે છે. જ્યારે શિશૂને ફોર્મુલાવાળુ દૂધ આપવામાં આવે છે, ત્યારે પોટી ટ્રેનિંગ કરાવામાં આવે છે. જ્યારે બાળક સ્કૂલમાં જાય છે ત્યારે બાળકોમાં કબ્જમાં ફરિયાદ રહેતી હોય છે.
આ આયુર્વેદિક રીતે કબ્જની સમસ્યાથી છૂટકારો મેળવો
જ્યારે 3 દોષમાંથી એકની વાત કરીએ તો, ઠંડી અને સુખી ક્વોલિટીનો મળ યોગ્ય રીતે કામ કરતા અટકે છે, ત્યારે કબ્જની સમસ્યા આવે છે. આયુર્વેદમાં કબ્જ દૂર કરવા માટે શરીરમાં હાઈડ્રેશન અને લુબ્રિકેશન વધારવાની સલાહ આપવામાં આવે છે. જેથી વધારાના વાતને કંટ્રોલ કરી શકાય.
- ફાઈબરથી ભરપૂર ડાઈટનું સેવન કરો, ઘઉં, ચોખા, લીલા મગદાળ, મૌસમી ફળ, લસણ, હીંગ, આમળા, સૂંઠ, લીલા શાકભાજી ખાઓ
- દરરોજ ઓછામાં ઓછુ 2થી 2 ગ્લાસ પાણી પીઓ, સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણીનુ સેવનકરો. તેનાથી કબ્જને દૂર કરી મળત્યાગ કરવામાં મદદ મળશે. હર્બલ ટીનું પણ સેવન કરો. પણ સિમિત માત્રામાં.
- ભોજનમાં ઘી, તલનું તેલ, ઓલિવ ઓયલ જેવી વસ્તુઓને સામેલ કરો. જે એક રીતે ઓર્ગેનિક તેલ છે, જે લુબ્રિકેશન વધારીને કબ્જને દૂર કરવામાં મદદ કરે છે. આપ ચાહો તો સુતા પહેલા 1 કપ દૂધમાં 1 ચમચી ધી ભેળવીને પણ પી શકો.
- મળમાં રહેલા વધારાના વાતને દૂર કરવા માટે અનાનસના જ્યૂસનો ઉપયોગ કરો.
- વધારે પડતી ચા, કોફી, સ્મોકિંગ જેવા વ્યસનથી દૂર રહો. પોતાના મનથી કોઈ પણ દવા ન ખાઓ.
- મેળ વગરનું ભોજન ન કરો. જેમ કે. દૂધ સાથે નમકીન વસ્તુઓ, દૂધ સાથે ખાટી વસ્તુઓ, દૂધ સાથે ફળ, ગરમ અને ઠંડી વસ્તુઓ એક સાથે ખાવી, આવી આદતથી દૂર રહો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31