GSTV
Gujarat Government Advertisement

‘ના’ રાજીનામું/ આવી રીતે લખાઈ ગઈ ત્રિવેન્દ્રસિંહ રાવતને બદલવાની પટકથા, નવા મુખ્યમંત્રીની રેસમાં આ નામો છે મોખરે

Last Updated on March 9, 2021 by

ઉત્તરાખંડમાં એકવાર ફરીથી બીજેપીના મુખ્યમંત્રી બદલાશે. ત્રિવેન્દ્રસિંહ રાવતે મંગળવારે સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. બીજેપીને કેટલાય ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓની નારાજગીને પગલે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની ખુરશી પર સંકટ આવ્યું હતું. રાવત સોમવારે જે.પી. નડ્ડા અને અમિત શાહને મળ્યા હતા. જો કે ભાજપે મોકલેલા નીરિક્ષકોએ રાવત સામે નકાત્મક રીપોર્ટ આપતાં મુખ્યમંત્રી બદલાશે તેવી અટકળો તેજ બની હતી.

નિરિક્ષકોના રિપોર્ટ બાદ સીએમ બદલવા માટેનો લેવાયો નિર્ણય

રાવત સામે બળવાની સ્થિતી સર્જાતાં હાઈકમાન્ડે ડો. રમણસિંહ અને દુષ્યંત ગૌતમને દહેરાદૂન દોડાવ્યા હતા. બંને નેતાએ અસંતુષ્ટો સાથે ચર્ચા કરી હતી. બંને નેતાએ સંઘના નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં રાવતની કામગીરી અત્યંત નબળી હોવાનો રીપોર્ટ મળતાં તેમણે હાઈકમાન્ડને રાવતને બદલવાની ભલામણ કરી હતી. રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ખૂબજ ઝડપથી ધારાસભ્યોના દળની મીટિંગ બોલાવવામાં આવશે. આ બેઠકમાં નવા નેતાની પસંદગી થશે. જે પછીથી નવા મુખ્યમંત્રીની નિમણૂંક થશે.

2022માં ચૂંટણી થશે તો પાર્ટીને જીતવું પણ મુશ્કેલ બની જશે

ઉત્તરાખંડમાં બીજેપી સરકારના ચાર વર્ષ પૂરા થયા પહેલા જ સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતની વિરુદ્ધ પાર્ટી અને વિધાનમંડળ દળમાં બગાવતી સૂરો પેદા થયા હતા. બંને નિરીક્ષકોએ સાથે દેહરાદૂનમાં થયેલી વાતચીત મુજબ બીજેપી ધારાસભ્યોએ સ્પષ્ટ કહ્યું કે ત્રિવેન્દ્રસિંહ રાવતની આગેવાનીમાં 2022માં ચૂંટણી થશે તો પાર્ટીને જીતવું પણ મુશ્કેલ બની જશે. બંને નિરીક્ષકોએ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો તેમાં ત્રિવેન્દ્રસિંહ રાવતને બદલવાની વાત કરી. તે પછીથી બીજેપી મુખ્ય કમિટીએ ત્રિવેન્દ્રસિંહ રાવતને બદલવા સીએમની ખુરશી છોડવા ફરમાન કરી દીધું.

આ નામો છે મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ

હવે ચર્ચા નવા નામની છે. ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની રેશમાં રાજ્યસભા સાંસદ અનિલ બલૂની, નૈનીતાલથી લોકસભા સાંસદ અજય ભટ્ટ અને ધનસિંહ રાવતના નામ આગળ છે. જેમાંથી કોઈ એકને નવા મુખ્ય મંત્રી બનાવી શકાય છે. સતપાલ મહારાજ પણ આ બાબતે સંઘના પ્રમુખ નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. કહેવાય છે કે નવા સીએમ માટે સતપાલ માહારાજના નામ ઉપર પણ ચર્ચા થઈ રહી છે. એવામાં જોવાનું રહેશે કે ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યા કોણ લેશે.

ભાજપ શાસિત ઉત્તરાખંડમાં એક વખત રાજકારણ ગરમાયું

ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મોર્યા સાથે મુલાકાત કરીને તેમને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ભાજપ શાસિત ઉત્તરાખંડમાં એક વખત રાજકારણ ગરમાયું છે. ત્રિવેન્દ્રસિંહ રાવત વિરુદ્ધ બગાવત પેદા થઈ છે. જેને પગલે હાઈ કમાન્ડે દિલ્હી તેડું મોકલ્યું હતું. જે પછી આજે તેઓએ રાજ્યપાલને મળીને રાજીનામું ધરી દીધું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો