GSTV
Gujarat Government Advertisement

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી પુણે વચ્ચે ચાલશે સ્પેશિયલ ટ્રેન, આ તારીખથી બુકીંગ શરુ

રેલવે

Last Updated on March 14, 2021 by

ભારતીય રેલવેએ યાત્રિકોની માંગ તેમજ સુવિધાને ધ્યાનમાં રાખતા અમદાવાદ-પુણે સુપરફાસ્ટ દુરંતો સ્પેશિયલ ટ્રેન (Superfast Duronto Special) ચલાવવાનું એલાન કર્યું છે. વેસ્ટર્ન રેલવે મુજબ, ટ્રેન નંબર 02297 અમદાવાદ-પુણે વચ્ચે દુરંતો સ્પેશિયલ ટ્રેન 16 માર્ચથી ચાલશે.

16 માર્ચથી સપ્તાહમાં 3 દિવસ ચાલશે. જે મંગળવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી રાત્રે 22:30 વાગ્યે નીકળી બીજા દિવસે સવારે 7:10 વાગ્યે પુણે પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 02298 પુણે-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 15 માર્ચ 2021થી સપ્તાહમાં 3 દિવસ ચાલશે. જે સોમવાર, ગુરુવાર અને શનિવારે પુણેથી રાત્રે 21:35 વાગ્યે ચાલી 6:25 વાગ્યે અમદાવાદ પહોંચી જશે.

બુકીંગ 15 માર્ચથી શરુ

રસ્તામાં આ ટ્રેન વસઈ રોડ તેમજ લોનાવલા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ AC, સેકન્ડ AC અને થર્ડ AC કોચ હશે. ટ્રેન નંબર 02297ની બુકીંગ 15 માર્ચ, 2020થી પીઆરએસ કાઉન્ટર અને IRCTCની વેબસાઈટ પર શરુ થશે.

એ ઉપરાંત લોકમાન્ય તિલક ટર્મિનલ-એર્નાકુલ સુપરફાસ્ટ દુરંતો(01223) લોકમાન્ય ટર્મિનલથી દર સપ્તાહે મંગળવારે અને શનિવારે રાત્રે 20.50 પર રવાના થશે. જે આગલા દિવસે રાત્રે 18.10 પર એર્નાકુલમ પહોંચશે. આ ટ્રેનનું પરિચાલન 16 માર્ચથી 8 જૂન સુધી હશે.

ટ્રેનનું પરિચલન 17 માર્ચથી 6 જૂન સુધી

જયારે વાપસીમાં આ ટ્રેન એર્નાકુલમથી બુધવાર અને રવિવારે રાત્રે 21.30 વાગ્યે લોકમાન્ય તિલક મુંબઈથી રવાના થશે. આ ટ્રેન આગલા દિવસે 18.15 વાગ્યે મુંબઈ પહોંચશે. આ ટ્રેનનું પરિચલન 17 માર્ચથી 6 જૂન સુધી થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો