Last Updated on March 10, 2021 by
શું તમને આ આ સોમવારે અને મંગળવારે SMS મળવામાં સમસ્યા થઇ. જેમ કે તમે બેન્કિંગ ટ્રાન્જેકશન કરી રહ્યા હતા અને એનો OTP ન આવ્યો. તો જાણી લેવો કે એવું શા માટે થયું. ખરેખર લોકોને અજાણ્યા કોલ્સ અને SMSથી છુટકારો અપાવવા ટેલિકોમ રેગ્યુલેટરી અથોરીટી TRAIએ એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. જેના પર તમામ કંપનીઓએ રજીસ્ટર કરવાનું હતું જે SMS દ્વારા પોતાની સેવા આપે છે અને SMS એમના બિઝનેસનો ભાગ છે, તેને પ્રિન્સિપલ એન્ટીટીઝ(PEs) કહેવામાં આવે છે.
અજાણ્યા કોલ્સ, SMS રોકવાની કોશિશ
TRAI તરફથી જારી પ્રેસ રિલીઝમાં જાણવામાં આવ્યું છે કે Unsolicited Commercial Communication (UCC) અથવા સરળ ભાષામાં કહીએ તો અજાણ્યા કોલ્સ અને SMS, લોકોની મુશ્કેલીનું મોટું કારણ છે, જે લોકોની પ્રાઇવેસીમાં દખલ કરે છે. એના પર લગામ લગાવવા માટે TRAIએ 19 જુલાઈ 2018ના ર્પઝ ટેલિકોમ કમર્શિયલ કમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન (TCCCPR 2018) જારી કરી. આ રેગ્યુલેશન 28 ફેબ્રુઆરી 2019ના રોજ પુરી રીતે લાગુ કરવામાં આવ્યા.
કંપનીઓ કરવાનું હતું રજીસ્ટ્રેશન
આ રેગ્યુલેશનમાં ટેલીમાર્કેટર્સ, હેડર્સ, કન્ટેન્ટ ટેમ્પ્લેટ્સ અને સેન્ડર્સ વગેરેનું રજીસ્ટ્રેશન કરવાનું હતું. ત્યાર પછી TCCCPR 2018 હેઠળ એક નિર્દેશ તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને 20 જાન્યુઆરી 2020ના રોજ જારી કરવામાં આવ્યું. જેમાં તમામ સેન્ડર્સને એટલે PEsને એક સાથે લઇ જવું હતું. એના માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને સમય સમય પર આ કંપનીઓને કન્ટેન્ટ ટેમ્પ્લેટ અને બીજા પ્રાવધાનો અંગે આગાહ કરતુ રહેવું હતું અને જાણકારી આપવાની હતી.
ઘણી કંપનીઓએ નથી કર્યું રજીસ્ટ્રેશન
TRAI મુજબ જોવા મળ્યું છે કે કેટલાક પ્રિન્સિપલ એન્ટીટીઝએ TCCCPR 2018માં જણાવેલ જરૂરત પુરી કરી નથી. જેનું પરિણામ એ થયું કે જયારે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરએ SMS સ્ક્રબિંગને લાગુ કર્યું તો SMS ડ્રોપ થવા લાગ્યા, એટલે ઉપભોક્તાઓ સુઘી પહોંચ્યા જ નહિ. TRAIનું કહેવું છે કે કન્ઝ્યુમરના હિતોનું ધ્યાન રાખતા SMSની સ્ક્રબિંગ 7 દિવસ માટે ટાળવામાં આવે છે, આ દરમિયાન પ્રિન્સિપલ એન્ટીટીઝ SMS ટેમ્પ્લેટ પર રજીસ્ટર કરવાનું રહેશે, જેથી ઉપભોક્તાઓને આગળ પરેશાની ન થાય.
SMS દ્વારા વધી રહી છે છેતરપિંડી
હવે સમજવું જરૂરી છે કે આ તમામ કવાયત શા માટે કરવામાં આવી રહી છે. તમામ કોશિશ છતાં અત્યાર સુધી ઉપભોક્તાઓને SMS અને અજાણ્યા કોલથી છુટકારો મળતો નથી. ઉપરથી ફર્ઝી SMS દ્વારા ઉપભોક્તાઓ સાથે છેતરપિંડીમાં વધારો થયો છે. ઘણી વખત ઉપભોક્તાઓ પાસે એવા SMS આવે છે, જેનો કોડ એકદમ કોઈ અસલી કંપની અથવા બેન્ક જેવો જોય છે. જેના કારણે ઉપભોક્તા ભ્રમનો શિકાર થઇ જાય છે. એ SMSમાં કોઈ લિંક આપવામાં આવી હોય છે, જેના પર ક્લિક કરવાથી યુઝર્સના એકાઉન્ટ ખાલી થઇ જાય છે.
કંપનીઓએ ફેક SMS રોક પર કર્યા હાથ છુટા
TRAIએ તમામ કંપનીઓને કહ્યું કે તેઓ એવા એસએમએસ રોકવા પોતે એક મેકેનિઝ્મ તૈયાર કરે જેથી યુઝર્સ ફ્રોડથી બચી શકે. પરંતુ સમસ્યા એ છે કે આ કંપનીઓએ એવું કરવામાં લાચારી દાખવી. કંપનીઓએ કહ્યું કે આવા એસએમએસને પકડવા માટે એમની પાસે કોઈ સિસ્ટમ નથી, આ કામ તો ટેલિકોમ પ્રોવાઇડર્સનું છે, આ બાજુ ટેલિકોમ પ્રોવાઈડર્સે પણ આ કરવામાં અસમર્થતા દાખવી. એટલે મામલો હજુ લટકતો જોવા મળી રહ્યો છે. જો આવું જ ચાલુ રહ્યું તો સપ્તાહ પછી ફરી એકવાર SMS સ્ક્રબિંગ થશે તો લોકોને સમસ્યા આવી શકે છે. જેથી એમના કેટલાક જરૂરી કામ જે બેન્કિંગ, રેલવે બુકીંગથી જોડાયેલા હશે, એના પર અસર પડી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31