Last Updated on March 18, 2021 by
ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા TRAIના નવા રિપોર્ટ પ્રમાણે દેશમાં એક્ટિવ વાયરલેસ કનેક્શનની સંખ્યા 97.8 કરોડ થઈ ગઈ છે. તો કુલ વાયરલેસ સબ્સક્રાઈબરની સંખ્યા 118 કરોડને પાર થયો છે. માત્ર જાન્યુઆરી 2021માં આસે 97 કરોડ નવા ગ્રાહકો જોડાયા છે. આ રિપોર્ટમાં સૌથઈ વધારે ખાસ વાત એ છે કે, MNP કરનારાઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં 76.3 લાખ લોકોને એમએનપી માટે અરજી કરી છે. તેનો સીધો અર્થ એ છએ કે, લોકો પોતાની ટેલિકોમ કંપનીની સેવાઓથી સંતુષ્ટ નથી.
બિહારમાં સૌથી ઓછા યુઝર્સ
ટ્રાઈના નવા રિપોર્ટ પ્રમાણે બિહારમાં અત્યારે મોબાઈલ ઉપયોગ કરનારાઓની સંખ્યામાં દેશમાં સૌથી ઓછી છે. બિહામાં મોબાઈલ યુઝર્સની સંખ્યા આશરે 5.3 કરોડ છે. જે સૌથી ઓછી છે. તો દિલ્લીમાં સૌથી વધારે એટલે કે, 27.4 કરોડ છે. આ સંખ્યા મોબાઈલ અને ટેલિફોન બંનેની છે.
વાયરલેસ સબ્સક્રાઈબર્સના મુદ્દે જીયો ટોપ ઉપર
ટ્રાઈના રિપોર્ટ પ્રમાણે વાયરલેસ સબ્સક્રાઈબર્સ માર્કેટમાં જીયોની ભાગીદારી 35.30 ટકા છે. જ્યારે 29.62 ટકાની સાથે એરટેલ બીજા નંબરે, 24.58 ટકાની સાથે વોડાફોન આઈડિયા ત્રીજા નંબર ઉપર અને 10.21ની સાથે બીએસએનએલ ચોથા નંબર ઉપર છે.
જાન્યુઆરી 2021માં એરટેલે ગ્રાહકોને જોડવામાં બાજી મારી છે. જાન્યુઆરીમાં એરટેલમાં સૌથી વધારે 58 લાખ નવા ગ્રાહકો જોડાયા છે. જ્યારે જીયોને 19 લાખ, વોડાફોન આઈડિયાને 17 લાખ અને બીએસએનએલને 8 લાખ નવા ગ્રાહકો મળ્યાં છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ નવા ગ્રાહકોને જોડવા માટે એરટેલે જીયોને પાછળ છોડ્યું છે. નવેમ્બર 2020માં એરટેલે જીયોને પછાડતા 43 લાખ નવા ગ્રાહકો જોડ્યાં હતાં. તે પહેલા ઓક્ટોબરમાં પણ એરટેલે જીયોના નવા ગ્રાહકોને જોડવાના કિસ્સામાં પાછળ છોડી દીધા છે. ઓક્ટોબર 2020માં એરટેલે 36.7 લાખ નવા ગ્રાહકો જોડ્યાં હતાં. જ્યારે જીયોને 22.2 લાખ નવા ગ્રાહકો મળ્યાં હતા.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31