Last Updated on April 9, 2021 by
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી.. અહીં ત્રાલ અને શોપિયાંમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં કુલ સાત આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. જેમાં ત્રાલમાં ચાર આતંકી અને શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. ઠાર મરાયેલા આતંકવાદીઓમાં અંસાર ગજવા-તુલ-હિંદનો ચીફ કમાન્ડર પણ ઠાર મરાયો છે.
મસ્જિદમાં છુપાયેલો આતંકવાદી આત્મસમર્પણ માટે તૈયાર ન થયો
કાશ્મીર ઝોનની પોલીસ મુજબ શોપિયાંની મસ્જિદમાં ઘેરાયેલા આતંકવાદીને સમજાવીને આત્મ સમર્પણ કરવા માટે જણાવાયું હતુ. તેને સમજાવવા માટે આતંકવાદીના ભાઇ અને સ્થાનિક ઇમામને અંદર મોકલવામાં આવ્યા.. પરંતુ આતંકવાદી આત્મસમર્પણ માટે તૈયાર થયો ન હતો. જે બાદ એન્કાઉન્ટર કુલ ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા. તો આ તરફ ગુપ્તચર વિભાગને ત્રાલના નોબુગ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જે બાદ પોલીસ અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી લીધી હતી.
વળતી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા
આતંકવાદીઓ એક ધાર્મિક સ્થળમાં છુપાઇ ગયા હતા.. જ્યાંથી છુપાઇને તેઓ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કરી રહ્યા હતા.. જો કે વળતી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા.. અંસાર ગજવા તુલ હિંદ સંગઠન એ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો જ ભાગ છે.. આ ઓપરેશનને સુરક્ષાદળોની સંયુક્ત ટીમે મળીને અંજામ આપ્યો હતો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31