GSTV
Gujarat Government Advertisement

International Women’s Day: બિઝનેસ જગતમાં ભારતની શાન છે આ મહિલાઓ, પુરી દુનિયામાં બનાવ્યું છે નામ

મહિલા

Last Updated on March 8, 2021 by

આજે 8 માર્ચ એટલે International Women’s Day. આજના અવસર પર ખાસ કરીને મહિલાઓને બધી બાજુથી શુભેચ્છા મળે છે. એવામાં અમે તમને આ 5 મહિલાઓ અંગે જણાવી રહ્યા છે જેઓ ભારતનું નામ આખી દુનિયામાં રોશન કર્યું છે. મહિલા દિવસના અવસર પર આજે અમે તમને જણાવી રહ્યા છે કે કેવી રીતે ભારતીય મહિલાઓ મુકામ હાસિલ કરે છે.

રોશની નાદર મલ્હોત્રા

રોશની નાદર મલ્હોત્રા HCL Enterpriseની કાર્યકારી નિર્દેશક અને CEO છે. 2020માં તે ફોર્બ્સની 100 શક્તિશાળી મહિલાઓની સૂચીમાં 55માં સ્થાન પર રહી અને Kotak Wealth Hurun–Leading Wealthy Women 2020 મુજબ તે ભારતની સૌથી અમીર મહિલા છે. રોશની પાસે લાઘબગ 54,850 કરોડની સંપત્તિ છે.

કિરણ મજુમદાર શો

IIM બેંગ્લોરની Chairperson રહી ચૂકેલ કિરણ મજુમદાર શો હાલ Biotechnology કંપની Bioconની Chairperson છે. Kotak Wealth Hurun–Leading Wealthy Women 2020માં કિરણ મજુમદાર શો 36,000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા નંબર પર છે.

લીના ગાંધી તિવારી

લીના ગાંધી તિવારી USV ગ્રુપની Chairperson છે. USV ફાર્મા કંપની છે અને એનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં છે. Kotak Wealth Hurun–Leading Wealthy Women 2020ની લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. લીના પાસે 21 હજાર 340 કરોડની સંપત્તિ છે.

નીલિમા મોટાપાર્ટી

Kotak Wealth Hurun–Leading Wealthy Women 2020ની લિસ્ટમાં ચોથા નંબર પર નીલિમા મોટાપાર્ટી છે. નીલિમા ફાર્મા કંપની Divi’s Laboratoriesની ડાયરેકર છે. રિપોર્ટ મુજબ તેમની પાસે લગભગ 18,260 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

રાધા વેમ્બુ

રાધા વેમ્બુ Kotak Wealth Hurun–Leading Wealthy Women 2020ની લિસ્ટમાં 5માં નંબર પર છે. રાધા બેમ્બૂ સોફ્ટવેર કંપની ઝોહો (Zoho)ની ઓફિસ સાથે જોડાયેલા સોફ્ટવેર અને આઇટી સોલ્યુશન્સ તૈયાર કરે છે. રાધા પાસે 11,590 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો