GSTV
Gujarat Government Advertisement

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નો આ એકટર થયો કોરોનાનો શિકાર, અમદાવાદની હૉસ્પિટલમાં લઈ રહ્યો છે સારવાર

Last Updated on March 13, 2021 by

કોરોના વાયરસ ફરીથી વધી રહ્યો છે. દરરોજ દેશભરમાં કોરોનાના હજારો કેસ સામે આવી રહ્યા છે. કેટલાક બૉલીવૂડ અને ટીવી સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર, સંજય લીલા ભાનુશાળી બાદ હવે ટીવી સીરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં સૂંદરલાલનું પાત્ર ભજવનાર મયૂર વાકાણી પણ આ વાયરસની ચપેટમાં આવી ગયો છે.

મયૂર વાકાણીએ કહ્યુ કે, શૂટિંગ પુરુ કર્યા બાદ તે અમદાવાદ પરત ફર્યો હતો. આ દરમ્યાન તે કોરોના પોઝિટિવ થયો હતો. જે બાદ તેણે અમદાવાદની svp હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. રિપોર્ટ અનુસાર સૂંદરલાલને બે દિવસથી તાવ આવી રહ્યો હતો. તે આ કંડીશનમાં કોઈ રિસ્ક લોવા નહોતો માંગતો. જયારે તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કેટલાક લક્ષણો જોયા બાદ તેણે ખુદને હૉસ્પિટલમાં દખલ કરાયો હતો.

દયાબેનના પરત ફરવાની જોવાઈ રહી છે રાહ

હયાબેનનું પાત્ર ભજવનાર એકટ્રેસ દિશા વાકાણીએ વર્ષ 2017માં શોને અલવિદા કહ્યુ હતું. 4 વર્ષ વીતી ગયા બાદ પણ દર્શકો તેના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ TMKOCમાં અંજલિભાભીનું પાત્ર ભજવનાર હિરોઈન સૂનૈયના ફૌજદારે દયાબેનની જેઠાલાલના જીવન અને ગોકુલધામ સોસાયટીમાં પરત ફરવાને લઈને કેટલાક ખુલાસા કર્યા હતા.

દયાબેનના પરત ફરવાને લઈને સૂનૈયનાએ કહ્યુ કે, સારુ હોત કે અમે આ પ્રશ્નનો જવાબ મને ખબર હોય. હું પોતાની પર્સનલ લાઈફમાં કયારેય દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી સાથે કયારેય મુલાકાત થઈ નથી. અમને આ વિશે હજપ કોઈ જાણકારી આપવામાં આવી નથી. અમારામાંથી કોઈપણ કલાકારને આ વિશએ ખબર નથી. પરંતુ આ શૉ અમારા દરેકનો છે. આ માત્ર એક પાત્રનો નથી. અને તે જ વાત આ શૉની ખાસિયત છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો