Last Updated on March 8, 2021 by
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મમતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે ટીએમસીના 5 ધારાસભ્યોએ પાર્ટી છોડીને બીજેપીનો પાલવ પકડ્યો છે. જે ટીએમસી નેતાઓએ મમતાનો સાથ છોડ્યો તેમાં સોનાલી ગુહા, દિપેન્દુ બિશ્વાસ, રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જટૂ લાહિડી, શીતલ સરદાર અને હબીબપુરથી ટીએમસી ઉમેદવાર સરલા મુર્મૂ શામેલ છે.
દિલીપ ઘોષ, શુભેન્દુ અધિકારી અને મુકુલ રોયની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
તમામે સોમવારે પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ, શુભેન્દુ અધિકારી અને મુકુલ રોયની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય 2001થી સિંગુર વિધાનસભા સીટથી ટીએમસીના ધારાસભ્ય રહ્યા છે. તે સિંગુર આંદોલનના પ્રમુખ ચહેરાઓમાંના એક છે. આ વખતે ટીએમસીએ તેમને ટીકિટ આપી નહોતી.
Kolkata: TMC MLAs Sonali Guha, Dipendu Biswas, Rabindranath Bhattacharya, Jatu Lahiri and TMC candidate from Habibpur Sarala Murmu join BJP in presence of West Bengal party president Dilip Ghosh, BJP leaders Suvendu Adhikari & Mukul Roy #WestBengalElections2021 pic.twitter.com/4AtGAHa6H7
— ANI (@ANI) March 8, 2021
આ વખતે આ પાંચ ધારાસભ્યોને ટીકિટ નહોતી આપી
ટીએમસી 291 સીટો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે. જેમાં 50 મહિલાઓને ટિકીટ આપી છે. 2016માં 45 મહિલાઓને પાર્ટીએ ટીકીટ આપી હતી. આ વખતે આ પાંચ ધારાસભ્યોને ટીકિટ નહોતી આપી. ટિકિટ આપ્યા પહેલા પણ ટીએમસીના કેટલાય દિગ્ગજ નેતાઓએ સાથ છોડી દીધો છે.
પશ્ચિમ બંગાળની 294 સીટો માટે આઠ તબક્કામાં ચૂંટણી
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની 294 સીટો માટે આઠ તબક્કામાં ચૂંટણી થવાની છે. પ્રથમ તબક્કામાં 30 સીટો પર 27 માર્ચે વોટિંગ થશે. 1 એપ્રિલે બીજા, 6 એપ્રિલે ત્રીજા, 10 એપ્રિલે ચોથા, 17 એપ્રિલે પાંચમા, 22 એપ્રિલે છઠ્ઠા, 26 એપ્રિલે સાતમા અને 29 એપ્રિલે 8મા તબક્કાનું વોટિંગ થશે. 2 મેના પરિણામ જાહેર થશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31