GSTV
Gujarat Government Advertisement

ફાટેલા જિન્સવાળી મહિલા બાળકોને શું સંસ્કાર આપી શકવાની, ભાજપના આ સીએમ બગડ્યા

Last Updated on March 17, 2021 by

આજકાલ ફાટેલા જિન્સ પહેરવાની ફેશન ચાલે છે અને તેની સામે તાજેતરમાં જ ઉત્તરાખંડના સીએમ બનેલા તીરથ સિંહ રાવતને વાંધો પડી ગયો છે. રાવતે ડ્રગ્સના સેવન અંગેના બે દિવસના વર્કશોપના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું કે, ફાટેલા જિન્સ થકી આપણે આપણા બાળકો સામે બહુ ખરાબ દાખલો બેસાડી રહ્યા છે.

ઘૂંટણથી ફાટેલા જિન્સ પહેરાવીને કઈ દિશામાં લઈ જઈ રહ્યો છું?

આપણે આપણા બાળકોને કાતરના સંસ્કાર આપી રહ્યા છે. ફાટેલા જિન્સ પહેરવા, ઘુંટણ બતાડવા અને ધનિક બાળકો જેવા દેખાવાની વૃત્તિ ક્યાંથી આવી રહી છે? આ ઘરમાંથી તો નથી આવતું અને શિક્ષકો અને સ્કૂલોની પણ કોઈ ભુલ નથી લાગતી. હું મારા પુત્રીને ઘૂંટણથી ફાટેલા જિન્સ પહેરાવીને કઈ દિશામાં લઈ જઈ રહ્યો છું? ઘૂંટણો દેખાડવામાં યુવતીઓ પણ પાછળ નથી. તો આ યોગ્ય છે ખરુ…?પશ્ચિમીકરણની આંધળી દોડમાં આપણે આ કરી રહ્યા છે અને જ્યારે પશ્ચિમની દુનિયા આપણું અનુકરણ કરી રહી છે.

એનજીઓ ચલાવતી એક મહિલાનું ફાટેલું જીન્સ પહેરેલી જોઈને ચોંકી ગયો

તેમણે આગળ કહ્યું હતું કે, હું એનજીઓ ચલાવતી એક મહિલાનું ફાટેલું જીન્સ પહેરેલી જોઈને ચોંકી ગયો હતો. મને થયું હતું કે, આ મહિલા ફાટેલું જીન્સ પહેરીને સમાજને શું સંદેશ આપી રહી છે? આપણે સમજવું પડશે કે જે આપણે કરતા હોઈએ છે તેનું અનુકરણ આપણા બાળકો કરતા હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો