GSTV
Gujarat Government Advertisement

અમિતાભની પૌત્રી બાદ હવે ગુલ પનાગે પણ આપ્યો સીએમ તીરથ સિંહને જવાબ, ફાટેલું જીન્સ પહેરી આપ્યો કાતિલ પોઝ

Last Updated on March 18, 2021 by

ઉત્તરાખંડના નવા સીએમ તીરથ સિંહ રાવતે એક નવો જ વિવાદ છંછેડી દીધો છે જેમાં હવે અભિનેત્રી ગુલ પનાગે પણ ઝંપલાવી દીધું છે. મહિલાઓના કપડાં પર ટિપ્પણી કરીને સીએમ તીરથ સિંહ એવી રીતે ફસાઈ ગયા છે કે રાજકારણથી લઈને ફિલ્મી જગતના લોકો તમામ તેમને નિશાન બનાવી રહ્યા છે અને તેમના વિચારોને શરમજનક સાબિત કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાની દીકરી નવ્યા નવેલી નંદાના જડબા ટોડ જવાબ બાદ હવે અભિનેત્રી ગુલ પનાગે પણ સીએમ તીરથ સિંહને તમાચો મારતા હોય તેમ ફોટો શેર કર્યો છે.

ગુલ પનાગ

ગુલ પનાગે ફાટેલા જીન્સમાં શેર કર્યો ફોટો

ગુલ પનાગે સોશિયલ મીડિયા પર પોતાનો એક જૂનો ફોટો શેર કરી છે જેમાં તેમણે ફાટેલું જીન્સ પહેરેલું છે. ફોટા સાથે તેમણે કેપ્શનમાં #RippedJeansTwitter લખ્યું છે આટલું લખવું જ સંકેત કરે છે કે ગુલને સીએમ તીરથ સિંહ રાવતના નિવેદનથી વાંધો છે અને તેમને તેમની વિચારસરણી સામે ગુસ્સો પણ છે. ગુલના આ ફોટો પર એક ફેને કમેન્ટ કરતા પૂછ્યું હતું કે શું આ કમ્ફર્ટેબલ છે? તેના જવાબમાં ગુલે જવાબ આપતા લખ્યું છે કે આ જીન્સ 11 વર્ષ જૂની છે જે હવે ફાટી ગઈ છે. તેમણે જયારે આ ખરીદી ત્યારે તે સહીસલામત હતી.

અમિતાભ બચ્ચનની નાતિનએ શરૂ કર્યું અભિયાન

આ પહેલા મિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાએ પણ સીએમ રાવતને રોકડું પરખાવ્યું છે. તેમણે સીએમ રાવતને પોતાની માનસિકતા બદલવાની સલાહ આપી છે. નવ્યાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે અમારા કપડાં બદલતા પહેલા તમે તમારી માનસિકતા બદલો. અહીં માત્ર આ વાત હેરાન કરી દે છે કે સમાજને શું સંદેશો આપવામાં આવી રહ્યો છે. તો સાથે જ નવ્યાએ સોશિયલ મીડિયા પર પોતાની એક ફાટેલા જીન્સનો ફોટો પણ શેર કર્યો હતો. તેમને લખ્યું હતું કે આવા કપડાં પહેરવાથી ઘણો ગર્વનો અનુભવ થાય છે.

શરૂ થઇ ગયું અભિયાન

નવ્યાના આ પોસ્ટ બાદ ઉત્તરાખંડ સીએમની મુસીબતો વધી અને સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ એક અભિયાન શરૂ થઇ ગયું. આ અભિયાનમાં બૉલીવુડ સેલેબ્સ ખુલ્લી રીતે સામેલ થઇ રહ્યા છે. અનેક મહિલા નેતાઓ પણ આ મુદ્દે સીએમ તીરથસિંહના નિવેદનની ટીકા કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો