GSTV
Gujarat Government Advertisement

ટિપ્સ/ જો કોઇ કરી લે ભાંગનું સેવન, આ વસ્તુઓના સેવનથી ઉતરી જશે બધો નશો

માથુ

Last Updated on March 25, 2021 by

રંગોનો તહેવાર હોળી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ખાસ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં હોળીની તૈયારીઓ પણ શરૂ થઇ ચુકી છે. હોળીના ખાસ અવસરે કેટલાંક લોકો ભાંગનું સેવન પણ કરે છે. જો કે તેનું સેવન નુકસાનકારક હોય છે. પરંતુ તહેવારના ખાસ અવસરને જોતા કેટલાંક લોકો તેનું સેવન કરી લે છે. ભાંગનું સેવન કરવાથી માથામાં દુખાવો અને અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે. ભાંગ તમને એક હેંગઓવર આપી શકે છે. જો તમે તેના હેંગઓવરથી બચવા માંગતા હોય તો અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યાં છીએ.

ભાંગ

લીંબુ પાણી

લીંબુ પાણી એન્ટી-ઓક્સીડેંટ અને વિટામિન સીનો  એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. જો તમે ભાંગના હેંગઓવરથી બચવા માંગતા હોય તો લીંબુ પાણીનું સેવન કરો.

તમારુ પેટ ભરેલુ રાખો

જો તમે ભૂલથી પણ ભાંગનું સેવન કરી લીધું છે તો પેટ ભરીને ભોજન કરી લો. ખાલી પેટ રહેવાથી તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે.

https://www.gujaratsamachar.com/

તમારા શરીરને હાઇડ્રેટ કરો

તમારા શરીરમાંથી નશીલા પદાર્થોને બહાર કાઢવા માટે ભરપૂર પાણી પીવો.

ચા-કૉફી પીવાનું ટાળો

ચા કે કૉફી પીવાથી સ્થિતિ ખરાબ થઇ શકે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળો.

https://www.gujaratsamachar.com/

ઉચ્ચ ફાયબર ખાદ્ય પદાર્થ બનાવો

ફળો અને શાકભાજીમાં ઉચ્ચ ફાયબર અને એન્ટી-ઓક્સીડેંટ હોય છે જે હેંગઓવર સામે મુકાબલો કરવામાં મદદ કરે છે. ફળોના સલાડનું સેવન કરો.

ઉંઘ

હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે ઉંઘ એક સારો ઉપાય છે. ઉંઘ તમારા મગજ અને શરીરને આરામ આપે છે અને માથાનો દુખાવો પણ ઓછો થઇ જાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો