Last Updated on March 24, 2021 by
નવા કોરોના વાયરસથી થતી બીમારી કોવિડ-19 એક વાયરલ ઇંફેક્શન છે જેની સાથે દુનિયાભરના લોકો એક વર્ષથી પણ વધુ સમયથી ઝઝૂમી રહ્યાં છે. તેમ છતાં આ બીમારીના નવા નવા લક્ષણો સામે આવી રહ્યાં છે. આ વાયરસમાં સતત મ્યૂટેશન પણ થઇ રહ્યું છે. જેના કારણે શરદી, ખાંસી, તાવ જેવા સામાન્ય લક્ષણો ઉપરાંત પણ નવા-નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ લક્ષણો વિશે જો જાણકારી ન હોય તો દર્દી માટે સમસ્યા પેદા થઇ શકે છે.
સાંભળવાને લગતી સમસ્યા અને કોવિડ-19 વચ્ચે છે લિંક
એક રિપોર્ટ અનુસાર, સાંભળવાની ક્ષમતા ખતમ થઇ જવી પણ કોવિડ-19થી સંક્રમિત હોવાનો એક સંકેત હોઇ શકે છે. તમે તે જાણતા જ હશો કે સૂંઘવાની શક્તિ ખતમ થઇ જવી અને સ્વાદ ન આવવો પણ કોવિડ-19ના જ લક્ષણો છે. જે ઘણાં દર્દીઓમાં જોવા મળે છે અને હવે સાંભળવાની ક્ષમતા પર પણ તેની અસર જોવા મળી રહી છે. વેલ્સમાં 56 સ્ટડીઝને મેળવીને એક રિવ્યૂ સ્ટડી કરવામાં આવી જેને ઇંટરનેશનલ જર્નલ ઑફ ઑડિયોલોજીમાં પબ્લિશ કરવામાં આવી છે. આ સ્ટડીમાં કોવિડ-19 ડાયગ્નોસિસ અને સાંભળવાને લગતી સમસ્યાઓ વચ્ચે શું લિંક છે તેને સાબિત કરવામાં આવી છે.
આ લક્ષણોને ભૂલથી પણ ના અવગણતા
ટિન્નિટસ
એક અથવા બે કાનોમાં ઝણઝણાટી અથવા સીટી વાગવા જેવો અવાજ આવવાને જ ટિન્નિટસ (Tinnitus) કહેવામાં આવે છે. જો કોઇ વ્યક્તિના કાનમાં અચાનક રહી-રહીને ગૂંજવાનો અવાજ, સીટીઓ વાગવી, ગુણગુણ થતું હોય તેવો અવાજ આવવો વગેરે કોવિડ-19 હોવાના લક્ષણો હોઇ શકે છે. અન્ય વાયરસની જેમ જ કોરોના પણ કાન અને સાઇનસ ઇંફેક્શનનું કારણ બની શકે છે જેના કારણે આ સમસ્યા હોય છે. વાયરલ ઇંફેક્શન સાથે જ જો કાનની આ સમસ્યા પણ હોય તો કોવિડનો ટેસ્ટ જરૂર કરાવો.
સાંભળવાની ક્ષમતા ગુમાવી દેવી
એક અથવા બંને કાનથી સાંભળવાની ક્ષમતા ગુમાવી દેવી પણ કોવિડ-19નો સંભવિત સંકેત હોઇ શકે છે. વેલ્સની સ્ટડી અનુસાર આશરે 7.6 ટકા કેસમાં કોરોના વાયરસના કારણે દર્દીઓ સાંભળવાની ક્ષમતા ગુમાવી દે છે. કોરોના વાયરસથી સંક્રમિત હળવા લક્ષણો વાળા દર્દીઓને લઇને ગંભીર દર્દીઓ સુધીમાં સાંભળવાને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે.
ચક્કર આવવા
ચક્કર આવવા પણ કોરોના વાયરસનું એક લક્ષણ હોઇ શકે છે. રોટરી વર્ટિગો, વર્ટિગોનો જ એક પ્રકાર છે જેમાં ઇયર બેલેન્સને નુકસાન થાય છે અને ઇન્ફ્લેમેશનની સમસ્યા સર્જાય છે. આ દરમિયાન દર્દીને બેચેની અને ઉલ્ટી જેવો અનુભવ થાય છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31