GSTV
Gujarat Government Advertisement

પીએમ કિસાન યોજના/ આ ખેડૂતોને નહીં મળે સન્માન નિધિનો લાભ, 6000 રૂપિયા મેળવવા માટે કરવુ પડશે આ કામ

ખેડૂતો

Last Updated on March 9, 2021 by

PM Kisan Samman Nidhi : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. જેમાં એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ છે. આ યોજના અંતર્ગત મોદી સરકાર દેશભરના ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક મદદ પૂરી પાડે છે. કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને સીધા જ તેના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધી ખેડૂતોને 7 હપ્તામાં 14000 કરોડ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ચુક્યા છે.

પરંતુ કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજનામાં મોટો બદલાવ કર્યો છે. વાર્ષિક 6 હજાર રૂપિયાનો લાભ લેવા માટે ખેડૂતોએ સરકારની કેટલીક શરતો પૂરી કરવાની છે. આ યોજનાનો લાભ તે જ લોકોને મળે છે. જેના નામે ખેતર હશે. તેની પહેલા દેશના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો હતો. જેની પાસે વારસામાં મળેલી જમીન હતી તેમને પણ લાભ આપવામાં આવી રહ્યો હતો.

પરંતુ સરકારે નવા બદલાવ બાદ આવા ખેડૂતોને સન્માન નિધિનો લાભ હવે નહીં મળે. આ ઉપરાંત એવા ખેડૂતો જે ખેતી કરે છે પરંતુ તેમની પાસે ખેતી યોગ્ય જમીન નથી તેમને પણ પીએમ કિસાન સન્માન નિધિનો ફાયદો નહીં મળે.

ખેડૂતો

સરકારે યોજનામાં કર્યો આ બદલાવ

સરકારે કિસાન સમ્માન નિધિ યોજનામાં જે બદલાવ કર્યો છે તે અનુસાર હવે ફક્ત એવા ખેડૂતોને જ તેનો લાભ મળશે, જેની પાસે પોતાની જમીન છે. ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવતી વખતે જ લેન્ડ મ્યુટેશન સર્ટિફિકેટ આપવુ પડશે.

ખેડૂતો

ઘરે બેઠા આ રીતે કરો રજીસ્ટ્રેશન

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. પરંતુ તમે જાતે જ ઘરેબેઠા તમારુ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેના માટે તમારી પાસે તમારા ખેતરનું લેન્ડ મ્યુટેશન સર્ટિફિકેટ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. પીએમ કિસાન યોજનાની ઑફિશિયલ વેબસાઇટ pmkisan.nic.in પર જઇને તમારુ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો