Last Updated on April 3, 2021 by
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પૈકી બે આતંકીઓએ અગાઉ ભાજપના નેતાના ઘર પર હુમલો કર્યો હતો અને તે બાદથી ફરાર હતા. સવારે સર્ચ ઓપરેશન દરમિયાન પુલવામામાં આતંકીઓ હોવાની બાતમી મળતા આ ઓપરેશન લોંચ કરવામાં આવ્યું હતું.
ભાજપના નેતા અનવર અહેમદના ઘર પર આતંકીઓએ હુમલો કર્યો હતો
પુલવામાના કાકાપોરા વિસ્તારના ઘાટ મોહલ્લામાં આ આતંકીઓ છુપાયા હતા. તપાસ ચાલી રહી તે સમયે જ આતંકીઓએ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો. આઇજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે નોવાગામમાં આવેલા ભાજપના નેતા અનવર અહેમદના ઘર પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સામેલ પૈકી બે આતંકીઓ પુલવામાના ઓપરેશનમાં માર્યા ગયા છે.
માર્યા ગયેલા આતંકીઓ તોયબા અને અલ-બદ્ર સંગઠનના : હજુ બેની શોધખોળ જારી
અનવર અહેમદના ઘર પર જે હુમલો થયો હતો તેમાં એક પોલીસ જવાન રમીઝ રાજા પણ માર્યો ગયો હતો. ગુરૂવારે થયેલા આ હુમલા બાદથી જ સૈન્ય દ્વારા આતંકીઓની શોધખોળ ચાલી રહી હતી. ભાજપ નેતાના હુમલામાં કુલ ચાર આતંકીઓ સામેલ હતા જેમાંથી બે માર્યા ગયા છે જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.
જે આતંકીઓએ આ હુમલો કર્યો હતો તેઓ લશ્કરે તોયબા, અલ-બદ્ર સાથે સંકળાયેલા હતા. આતંકીઓએ પોલીસ જવાનની રાઇફલ પણ છીનવી લીધી હતી. જે બાદથી તેઓ ફરાર હતા, ભાજપ નેતાના ઘર પર હુમલો થયો તેના 24 કલાકમાં જ સૈન્યએ ઓપરેશન પાર પાડીને બે આતંકીને ઠાર માર્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31