GSTV
Gujarat Government Advertisement

Holashtak 2021: આજથી હોળાષ્ટકનો પ્રારંભ, હોલિકા દહન સુધી આ કામ કરવા ભૂલથી પણ ના કરતાં, મનાય છે અશુભ

હોળાષ્ટક

Last Updated on March 22, 2021 by

રંગોના તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે. શાસ્ત્રોમાં ફાગણ શુક્લ અષ્ટમીથી લઇને હોલિકા દહન સુધીના સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળીના આઠ દિવસ પહેલાથી હોળાષ્ટક ઉજવવામાં આવે છે. આ કાળનું વિશેષ મહત્વ છે. તેવામાં હોળીની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. આ વખતે હોળાષ્ટક 22 માર્ચથી 28 માર્ચ સુધી રહેશે.

હોળાષ્ટક

હોળાષ્ટકનું મહત્વ

હોળાષ્ટકનો સમયગાળો ભક્તિની શક્તિનો પ્રભાવ વધારે છે. આ સમયગાળામાં તપ કરવું જ સારુ રહે છે. હોળાષ્ટક શરૂ થવા પર એક વૃક્ષની શાખા કાપીને તેને જમીન પર લગાવવામાં આવે છે. તેમાં રંગબેરંગી કપડાના ટુકડા બાંધી દે છે. તેને ભક્ત પ્રહલાદનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા અનુસાર, જે ક્ષેત્રમાં હોલીકાદહન માટે એક વૃક્ષની શાખા કાપીને તેને જમીન પર લગાવવામાં આવે છે, તે ક્ષેત્રમાં હોલિકા દહન સુધી કોઇપણ શુભ કાર્ય નથી કરવામાં આવતાં.

હોળાષ્ટક

હોળાષ્ટકમાં શું ન કરો

હોળાષ્ટકના આ 8 દિવસ કોઇપણ માંગલિક શુભ કાર્ય કરવા માટે શુભ નથી. આ દરમિયાન લગ્ન-વિવાહ, ભૂમિ પૂજન, ગૃહ પ્રવેશ, કોઇ પણ નવો વ્યવસાય અથવા નવુ કામ શરૂ કરવાનું ટાળવુ જોઇએ. શાસ્ત્રો અનુસાર, હોળાષ્ટક શરૂ થતાની સાથે જ 16 સંસ્કાર જેવા કે નામકરણ સંસ્કાર, જનોઇ સંસ્કાર, ગૃહ પર્વેશ, વિવાહ સંસ્કાર જેવા શુભ કાર્યો પર રોક લાગી જાય છે.

હોળાષ્ટક

હોળાષ્ટકમાં શું કરવુ જોઇએ

હોળાષ્ટક આઠ દિવસનો પર્વ છે. અષ્ટમી તિથિથી શરૂ થવાના કારણે તેને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળી આવવાની પૂર્વ સૂચના હોળાષ્ટકથી પ્રાપ્ત થાય છે. હોળાષ્ટકને જ્યોતિષની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે. પરંતુ દરેક પર્વની સાથે વૈજ્ઞાનિક પાસુ પણ જોડાયેલુ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો