Last Updated on March 29, 2021 by
પોતાના ઉમદા પ્રદર્શનના માધ્યમથી ભારતીય ક્રિકેટરોએ દુનિયામાં પોતાની છાપ છોડી છે. સંપત્તિના મામલે ભારતીય ક્રિકેટર કંઇ ઓછા ઉતરે એમ નથી. પોતાની ગેમથી પોપ્યુલર થયેલા અને ક્રિકેટર જાહેરાતોથી પણ મોટી કમાણી કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરતાં જ ખેલાડીઓની કિસ્મત ખુલી જાય છે. ભારતીય ક્રિકેટરોમાં કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની એવા નામ છે, જેની પાસે અધધ સંપત્તિ છે. આ ક્રિકેટર વર્ષમાં કરોડો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ એક એવો ક્રિકેટર પણ છે જે એટલો મશહૂર નથી, તેમ છતાં સંપત્તિના મામલે તેમનાથી આગળ છે.
કોણ છે આ ક્રિકેટર
તમને જાણીને નવાઇ લાગશે કે આ ક્રિકેટર પાસે વધુ ખેલનો અનુભવ નથી અને તેની ઉંમર પણ વધુ નથી. અમે વાત કરી રહ્યાં છીએ બિઝનેસ ટાઇકૂન કુમાર મંગલમ બિરલાના દિકરા આર્યમાન બિરલાની. આર્યમાન ક્રિકેટર છે અને 2018ની આઇપીએલમાં રાજસ્થાન રૉયલ તરફથી રમતો જોવા મળ્યો હતો.
કેટલા કરોડની છે સંપત્તિ
આર્યમાનના પરિવાર પાસે આદિત્ય બિરલા ગ્રુપનો માલિકી હક છે. આર્યમાનના પિતા કુમાર મંગલમ બિરલા પાસે આશરે 70 હજાર કરોડની સંપત્તિ છે. આર્યમાન પાસે પોતાની પણ સારી એવી સંપત્તિ છે. આર્યમાનને બાળપણથી ક્રિકેટનો શોખ છે અને પોતાનો શોખ પૂરો કરવા માટે જ તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ. ઘણી નાની ઉંમરમાં જ ક્રિકેટની ટ્રેનિંગ લઇને તેણે બારીકાઇથી ક્રિકેટ શીખ્યુ.
રણજી ટ્રોફીમાં આર્યમાન મધ્ય પ્રદેશની ટીમનો હિસ્સો રહ્યો છે. હાલ કોઇ અંગત સમસ્યાના કારણે આર્યમાન ક્રિકેટથી દૂર છે. એવુ જણાવવામાં આવી રહ્યું છે કે સ્વાસ્થ્ય કારણોથી આર્યમાને ક્રિકેટથી અંતર જાળવી રાખ્યું છે. હાલ તે પૂરતો સમય પોતાના સ્વાસ્થ્ય પર આપી રહ્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31