Last Updated on March 16, 2021 by
હાર્ટ એટેક એક એવી આફત છે જે કયારેક જીવનનો અંત આણી દે છે અનેક સર્વેમાં એવું સાબીત થયું છે કે માણસને સૌથી વધુ ડર હાર્ટ એટેકનો લાગતો હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર તણાવભરી જીવનશૈલી અને ફૂડ હેબિટના કારણે સૌથી વધુ થતા મોતનું કારણ હાર્ટ એટેક હોય છે. જો કે એક નવા સંશોધન મુજબ બ્લડ ગ્રુપ ને પણ હ્વદય રોગની બીમારી સાથે સીધો સંબંધ છે. ખાસ કરીને ઓ સિવાયનું બ્લડ ગ્રુપ ધરાવતી વ્યકિતને હાર્ટ એટેકની શકયતા 8 થી 11 ટકા વધારે રહે છે.
આ બ્લડગ્રુપ વાળાને હાર્ટ એટેકની શકયતા વધારે
આ અંગેનો સંશોધન અહેવાલ અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સ્ટડીમાં ૪ લાખથી વધુ લોકોને જોડવામાં આવ્યા હતા જેમાં જાણવા મળ્યું કે બ્લડ ટાઇપ એ, બી ગ્રુપ ધરાવતા લોકોમાં ઓ બ્લડ ગુ્પની સરખામણીમાં હ્વદય રોગનું જોખમ ૮ ટકા વધારે રહે છે. ૨૦૧૭માં યૂરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી દ્વારા પણ સર્વે થયો હતો જેમાં ઓ બ્લડ ગ્રુપ સિવાયના લોકોમાં કોરોનરી અને હ્વદય સંબંધી જોખમ ૯ ટકા જેટલું વધારે હતું. સંશોધકોએ બ્લડ ગ્રુપ એ અને બ્લડ ગ્રુપ બીની સરખામણીમાં બી વાળાને હાર્ટ એટેકની શકયતા વધારે રહે છે.
એ ગ્રુપ ધરાવનારાને ઓ ગ્રુપની સરખામણીમાં હાર્ટ ફેઇલ થવાની શકયતા ૧૧ ટકા વધુ
એટલું જ નહી ઓ બ્લડ ગ્રુપ સરખામણીમાં માયોકાર્ડિયલ ઇન્ફેકશનનું જોખમ પણ વધુ હોય છે જયારે એ ગ્રુપ ધરાવનારાને ઓ ગુ્રપની સરખામણીમાં હાર્ટ ફેઇલ થવાની શકયતા ૧૧ ટકા વધુ રહે છે. હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેક બંને હ્વદયની બીમારી સાથે સંકળાયેલા રોગ છે. હાર્ટ ફેલ્યોર ધીમે ધીમે જયારે હાર્ટ એટેક અચાનક જ થાય છે. સમય જતા હાર્ટ એટેક જ હાર્ટ ફેલ્યોરનું કારણ બની શકે છે. યૂરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અનુસાર ઓ ગુ્રપ સિવાયના બ્લડ ગ્રુપમાં લોહી જામવાની શકયતા વધારે હોય છે એનાથી જ કદાંચ હ્વદય રોગની સમસ્યા પણ વધે છે.
ત્રણ વર્ષ પહેલા એક સ્ટડી થયો હતો જેમાં જાણવા મળ્યું હતું કે ઓ સિવાયના બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં નોન વીલબ્રેંડ ફેકટરની સાદ્રતા વધારે હોય છે. આ લોહી જામવા માટે જવાબદાર પ્રોટિન છે જે થ્રોમ્બોટિક સમસ્યા સાથે જોડાયેલું છે. એ અને બ્રી ગ્રુપમાં લોહીના ગઠા જામવાના કારણે થ્રોમ્બોસિસનો ખતરો ૪૪ ટકા વધારે રહેલો છે. લોહીનું જામવુંએ હ્વદય રોગ માટે જવાબદાર સૌથી મોટું કારણ છે. આ કોરોનરી ધમનીઓને બ્લોક કરી દે છે જેનાથી હ્વદયની માંસપેશીઓ ઓકસીજન અને પોષકતત્વો મળતા નથી આના કારણે જ હ્વદય રોગ થવાની શકયતા રહે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31