Last Updated on February 24, 2021 by
પંજાબના હોંશિયારપુરમાં એક ચોરે ASI નો કાન કાપીને તેમની પકડમાંથી છૂટીને ભાગી નીકળ્યો છે. હકિકત એવી બની હતી કે ચોરને પકડીને પોલિસ સ્ટેશન લઈ જવાતો હતો તે દરમિયાન એએસઆઈનો કાન એવી રીતે કાપ્યો કે તેના બે ટુકડા થઈ ગયા. ઘાયલ એએસઆઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ શાતિર ચોર લગભગ 15 દિવસ પહેલા જ જેલની બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા પછી પણ તેણે પોતાની પેશન ના છોડી અને ફરીથી ચોરી કરવા લાગ્યો.
તેના પર પહેલેથી જ ઘણી ચોરીઓના અન્ય મામલા પણ નોંધાયેલા
જાણકારી મુજબ ચોરીના આરોપીનું નામ બલકાર છે. તેના પર પહેલેથી જ ઘણી ચોરીઓના અન્ય મામલા પણ નોંધાયેલા છે. જેલમાંથી છુટ્યા પછી એકવાર ફરીથી તેણે ચોરીની યોજના બનાવી તે વોર્ડ નંબર 7માં ચોરી કરવાની દાનતથી એક ઘરમાં ઘૂસ્યો. ઘરમાં સરસામાન શોધી રહ્યો હતો કે મકાનમાલિક ધર્મપાલ ઘરે પહોંચી ગયા.
પોલિસ સમયચર પહોંચી જતાં ચોરને દબોચી લીધો
તેમણે ઘર ખુલ્લું જોઈને ખ્યાલ આવી ગયો કે ઘરમાં ચોર ઘૂસ્યો છે. મકાન માલિકને જોતાં ચોરે ઘરની અંદરથી બંધ કરી દીધું. તે પછી છત ઉપરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ પોલિસને જાણ કરી દીધી અને ચોરને ભાગવાથી રોક્યો. પોલિસ સમયચર પહોંચી જતાં ચોરને દબોચી લીધો.
ચાલુ ગાડીથી કુદીને ખેતર તરફ ભાગવા લાગ્યો
પોલિસ સ્ટેશનના એએસઆઈ કૌશલચંદ્રનું કહેવું છે કે તેઓ પોતાના સાથી સાથે બલકારને ગાડીમાં લઈને પોલિસ સ્ટેશન લઈ જતા હતા તે દરમિયાન તેને હથકડી પણ લગાવી હતી. જ્યારે ગાડી થોડી દૂર ગઈ તો તેણે ચાલુ ગાડીથી કુદીને ખેતર તરફ ભાગવા લાગ્યો.
ઝપાઝપી દરમિયાન તેણે એએસઆઈનો કાન કાપી લીધો
તેમણે જણાવ્યું કે વચ્ચેથી ભાગી જનાર બલવીરને ફરીથી પકડી લીધો. પરંતુ આ ઝપાઝપી દરમિયાન તેણે એએસઆઈનો કાન કાપી લીધો. કાનના બે ટુકડા થઈ ગયા હતા. જેને લઈને તેમના સાથીઓ તેમને હોસ્પિટલ મોકલ્યા. આ બાજુ પોલિસે આરોપીને કસ્ટડીમાં મોકલી દીધો છે. તેના પર પોલિસ પર હુમલો કરવા અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31