Last Updated on February 27, 2021 by
રાજસ્થાનના જયપુરથી ચોરીની એવી ઘટના સામે આવી છે જેને સાંભળતાં જ દંગ રહી જવાશે. વૈશાલીનગર પોલિસ સ્ટેશન વિસ્તારમાં શહેરના પ્રખ્યાત હેર ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર સુનિતા સોનીનું ઘર છે. ડોક્ટર સોનીએ પોતાના ઘરમાં બેઝમેન્ટમાં ચાંદીથી ભરેલું બોક્સ રાખ્યું હતું. પરંતુ હેરાન કરનારી વાત એ છે કે ચોરોને આ વાતની ખબર કેમ પડી. એનાથી પણ હેરાન કરનારી વાત એ છે કે ચોરોએ ચોરી કરવા માટે કોઈ રીતે જાળ ફેલાવી હતી.
ડોક્ટરના ઘરની અડોઅડ એક 90 લાખ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો
સૌથી પહેલા તો ચોરોએ ડોક્ટરના ઘરની અડોઅડ એક 90 લાખ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો હતો. પછીથી તેમાં કામ કરવાના બહાને 3 મહિનામાં 15 ફૂટ ઊંડો અને 20 ફૂટ લાંબી ટનલ બનાવી જેથી તેઓ ડોક્ટરના ઘરના બેઝમેન્ટ સુધી પહોંચી શકે. અને ચોરીની ઘટનાને અંજામ આપી શકે.
ડોક્ટર સોનીએ 3 મહિના પહેલા જ ચાંદીનું બોક્સ પોતાના બેઝમેન્ટમાં રાખ્યું હતું
ડોક્ટર સોનીએ 3 મહિના પહેલા જ ચાંદીનું બોક્સ પોતાના બેઝમેન્ટમાં રાખ્યું હતું. જ્યારે કેટલાક દિવસો પહેલા તેમણે બેઝમેન્ટમાં જઈને ચેક કર્યું તો ડોક્ટર સોનીના હોશ ઊડી ગયા. ચોરોએ બોક્ને કટરથી કાપીને તેને લઈ ગયા હતા. ત્યાં અન્ય બે બોક્સ બીજા પણ રાખ્યા હતા. જે ખાલી હતા. આ ચોરી પછીથી પોલિસને જાણ કરવામાં આવી હતી. જો કે ચાંદીના બોક્સમાં કેટલા ઘરેણાં હતા તેની કોઈ પણ જાણકાર ડોક્ટર સોનીએ પોલિસને આપી નથી. અને પોલિસ પણ સ્પષ્ટ રૂપથી કંઈ બોલી રહી નથી.
આ ઘટનામાં બે અથવા ત્રણથી વધારે લોકો શામેલ હોવાનો અંદાજો
એસીપી રાય સિંહ બેનિવાલનું કહેવું છે કે આ ઘટનામાં બે અથવા ત્રણથી વધારે લોકો શામેલ હોવાનો અંદાજો છે. ડોક્ટરના નજદિકી લોકો જ આમાં શામેલ હોઈ શકે છે. કારણ કે તેને સારી રીતે ખબર હતી કે ઘરના બેઝમેન્ટમાં ચાંદીના બોક્સ ક્યાં રાખ્યા છે. આ મામલામાં પોલિસ કેટલાક શકમંદોની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. ટુંક સમયમાં આખી ઘટનાનો ખુલાસો થઈ શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31