GSTV
Gujarat Government Advertisement

ટેસ્ટોસ્ટેરોન/ સેક્સ હોર્મોનની ઉણપથી પરુષોમાં દેખાવા લાગે છે આ લક્ષણો, જરાંય અવગણતા નહીં નહીંતર…

હોર્મોન

Last Updated on March 19, 2021 by

પુરુષોના શરીરમાં બનતા સેક્સ હોર્મોનને ટેસ્ટોસ્ટેરોન કહેવામાં આવે છે. આ હોર્મોન સેક્સ ડ્રાઇવ વધારવાનું કામ કરે છે. ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવવા લાગે છે. ચાલો જાણીએ તે લક્ષણો વિશે જે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપથી જોવા મળે છે.

વધુ થાક

વધુ થાક લાગવો ટેસ્ટોસ્ટેરોનની ઉણપનું પ્રમુખ લક્ષણ છે. આ હોર્મોનની ઉણપથી એવું લાગે છે કે બૉડીમં બિલકુલ પણ એનર્જી નથી રહી. જો કે આ ઉંમર વધવા અને ડિપ્રેશનનું પણ એક લક્ષણ હોઇ શકે છે. ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘથી તમે તમારુ એનર્જી લેવલ વધારી શકો છો. આ ઉપરાંત હોર્મોનની તપાસ માટે તમે ડોક્ટરનો સંપર્ક સાધી શકો છો.

હોર્મોન

સેક્સ લાઇફમાં બદલાવ

ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી તમારી સેક્સ ડ્રાઇવમાં પણ ઘટાડો આવી શકે છે. તેના ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા પણ હોઇ શકે છે. જો કે ઇરેક્ટાઇલ ડિસફંક્શનના અન્ય કારણો પણ હોઇ શકે છે જેવા કે હાર્ટ અથવા ડાયાબિટીસની બીમારી. જો તમારામાં ટેસ્ટોસ્ટેરોનની ઉણપ હશે તો તેની ટ્રીટમેંટ બાદ તમારી સેક્સલાઇફમાં સુધાર આવશે.

યાદશક્તિ પર અસર

ટેસ્ટોસ્ટેરોનની ઉણપની અસર તમારી યાદશક્તિ પર પણ પડી શકે છે. તમને એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા આવી શકે છે. આ લક્ષણ ત્યારે જ અનુભવાય છે જ્યારે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ખૂબ જ ઓછુ થઇ ગયું હોય. આ ઉપરાંત તમને ડિપ્રેશન અનુભવાય છે. આવુ લાગે તો મેડિટેશન, યોગ, એક્સરસાઇઝ અને મસાજથી તમને ફાયદો થશે.

હોર્મોન

મૂડમાં બદલાવ

ટેસ્ટોસ્ટેરોનનું સ્તર તમારા મૂડ પર પણ અસર કરે છે. તમે મોટાભાગે ઉદાસ અથવા નિરાશ મહેસૂસ કરવા લાગો છો અને કંઇ સારુ નથી લાગતું. તેના કારણે કેટલાંક પુરુષોના વ્યક્તિત્વમાં બદલાવ આવવા લાગે છે. ટ્રીટમેંટ બાદ જ્યારે ટેસ્ટોસ્ટેરોન સામાન્ય થઇ જાય છે. તો તમે પહેલાની જેમ જ સ્વસ્થ અનુભવવા લાગો છો.

માંસપેશીઓમાં બદલાવ

ટેસ્ટોસ્ટેરોન માંસપેશઇઓ બનાવવામાં પણ મદદ કરે છે. તેવામાં તેની ઉણપ થવા પર માંસપેશીઓમાં બદલાવ સ્પષ્ટપણે જોવા મળે છે. ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી માંસપેશીઓ નબળી પડવા લાગે છે. જો કે તમારે એક્સરસાઇઝ કરવાનું છોડવુ ન જોઇએ. રેગ્યુલર એક્સરસાઇઝ ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ધીમે ધીમે નિયમિત બનાવી દે છે. તમારી એક્સરસાઇઝમાં વેટલિફ્ટિંગ પણ સામેલ કરો.

હોર્મોન

વધુ બૉડી ફેટ

ટેસ્ટોસ્ટેરોની ઉણપની અસર તમારા બૉડી ફેટ પર પણ પડી શકે છે. જો તમે એક્સરસાઇઝ નહીં કરો તો આ કેલરી સરળતાથી તમારા ફેટમાં તબદીલ થઇ જશે. ડાયટમાં હેલ્ધી ફૂડ સામેલ કરો અને એવી વસ્તુઓ ખાઓ જેથી વજન કંટ્રોલમાં રહે.

શરીરના વાળ પર અસર

ઓછા ટેસ્ટોસ્ટેરોનથી ચહેરા, હાથ અને પગના નીચલા હિસ્સાના વાળ ઓછા થવા લાગે છે. સામાન્ય રીતે માથાના વાળ પર તેની અસર નથી થતી. જો તમને આ પ્રકારના કોઇ લક્ષણ જણાતા હોય તો તમારા ડોક્ટરનો સંપર્ક સાધો.

હોર્મોન

હાડકા નબળા પડવા

ટેસ્ટોસ્ટેરોનનું ઓછુ સ્તર હાડકાઓને પણ નબળા બનાવે છે. આ જ કારણે ઑસ્ટિયૉપોરોસિસ નામની બીમારી પણ હોઇ શકે છે. જો કે આ બીમારીના અન્ય લક્ષણો પણ હોઇ શકે છે. તમારા હાડકાને મજબૂત બનાવો, સ્મોકિંગ-દારૂ છોડો અને દરરોજ એક્સરસાઇઝ કરો. યોગ્ય તપાસ માટે ડોક્ટરનો સંપર્ક સાધો.

સૂવામાં સમસ્યા

ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી તમને સૂવામાં પણ તકલીફ થાય છે. તમને એન્સોમનિયા અથવા રાતે બેચેની અનુભવાય છે. તેના માટે સૂવાનું યોગ્ય રૂટીન બનાવો. એક જ સમયે સૂવો અને ઉઠો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો