GSTV
Gujarat Government Advertisement

આવા લોકોની ઉંમર હોય છે લાંબી, એક આદતના કારણે જીવે છે 85 વર્ષથી પણ વધુ લાબું જીવન, તમે પણ અપનાવો આ જીવનસૈલી

ઉંમર

Last Updated on March 15, 2021 by

મનુષ્યના સકારાત્મક વિચાર માત્ર એને પ્રગતિશીલ બનાવે છે, પરંતુ ઉંમર વધારે છે. ‘ધ બોસ્ટન યુનોઈવર્સીટી સ્કૂલ ઓફ મેડિસિન’એ જણાવ્યું કે કેવી રીતે આપણું પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ ઉમરથી જોડાયેલ છે. એક્સપર્ટનો દાવો છે કે સકારાત્મક વિચાર સાથે જીવવા વાળા લોકોની ઉંમર 85 વર્ષથી વધુ હોય છે. ડો લેવીનાએ વાત કરતા કહ્યું કે, ‘આ વાતના સાક્ષ્ય હાજર છે કે આશાવાદી વિચાર વ્યક્તિની જીવન રેખાને લંબાવી શકે છે. એવી જ એક સ્ટડીમાં 69,744 મહિલાઓ અને 1,429 પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમણે પોતાના પોઝિટિવ વિચાર , ઓવરોલ હેલ્થ અને આદતોના સ્તર પર આકલન કરવા માટે સર્વેક્ષણ પૂરો કર્યો હતો.

શું કહે છે સ્ટડી ?

એમાં મહિલાઓની હેલ્થ અને વિચારવાની રીતે 10 વર્ષ સુધી મોનિટર કરવામાં આવી. જયારે પુરુષોનું સ્વાસ્થ્ય, આદત અને વિચારવાની રીતે 30 વર્ષ સુધી ફોલો કરવામાં આવ્યું. આશાવદી વિચારના પ્રારંભિક સ્તર પર સ્ટડીમાં જાણવા મળ્યું કે ખુશમીજાઝ લોકોની આવ્યું સામાન્યથી એવરેજ 15% વધુ હોય છે.

ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ડો. લીએ જણાવ્યું હતું કે, ‘ભૂતકાળમાં ઘણી સ્ટડિએ અકાળ મૃત્યુના જોખમી પરિબળોને ઓળખી કાઢ્યા છે.’ તેમણે કહ્યું કે તે એકદમ રસપ્રદ છે કે સરળ તકનીકો અને ઉપચારની મદદથી માનવ વિચારસરણીમાં સુધારો થઈ શકે છે. સહાયક સંશોધનકાર તરીકે અભ્યાસમાં જોડાયેલા ડો. લૌરા કુબઝનસ્કીએ જણાવ્યું કે આશાવાદી લોકો તેમના રોજિંદા જીવનમાં લાગણીઓ અને વર્તનને નિયંત્રિત કરવામાં કેવી રીતે સક્ષમ છે. ખુશ લોકોની સ્વસ્થ ટેવો પણ તેમાં ઉમેરવામાં આવી છે, જેમ કે નિયમિત કસરત કરવી અને ઓછું ધૂમ્રપાન કરવું.

કેવી રીતે ખુશ રહેવું

નેશનલ હેલ્થ સર્વે (NHS)એ રોજિંદા જીવનમાં ખુશ રહેવા અને પોતામાં સકારાત્મક વલણ બનાવવા માટે છ ટીપ્સ શેર કરી છે. તણાવ સ્તરને ઘટાડીને, તમે તમારા દૈનિક જીવનને વધુ સારી અને સુખી બનાવી શકો છો. કસરત દ્વારા તણાવ સ્તરને પણ નિયંત્રિત કરી શકાય છે. આ સિવાય તમે શ્વાસ લેવાની કવાયત અને સમય મેનેજમેન્ટ સ્ટ્રેટેજીથી તણાવ મુક્ત રહી શકો છો. ભાવનાત્મક રીતે ખુશ રહેવા માટે, જે કરવાનું તમને આનંદ આવે છે તે બધું કરો.

મિત્રોને મળો, વરસાદમાં સ્નાન કરો અથવા કેટલીક રમતો જુઓ અને રમત રમો. સ્વસ્થ જીવનશૈલીને અનુસરો અને કોઈની સાથે છુપાયેલી લાગણીઓને શેર કરો. ખોરાકનું સ્તર સારું રાખો અને પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો