Last Updated on March 15, 2021 by
ખાવા-પીવાની વસ્તુ તમારા સૌથી સારા મિત્ર પણ હોઈ શકે છે અને દુશ્મન પણ. સામાન્ય લોકો ઝાયકો વધારવા માટે ઘણા પ્રકારના ફૂડ કોમ્બિનેશન ખાય છે. એ એમના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. સ્વસ્થ રહેવા માટે યોગ્ય વસ્તુ અને યોગ્ય માત્રામાં ખાવું ખુબ જરૂરી છે.
મધ અને ઘી
આયુર્વેદમાં ઘી અને મધ એક સાથે ખાવાની મનાઈ છે. મધની તાસીર ગરમ હોય છે અને ઘીની ઠંડી. બે અલગ-અલગ તાસીર વાળી વસ્તુ ભેળવી ખાવાથી શરીર પર ખરાબ અસર પડે છે.
દૂધ અને તરબૂચ
દૂધ સાથે તરબૂચને કોઈ દિવસ સાથે ન ખાવું જોઈએ. દૂધને પચવામાં સમય લાગે છે અને તરબૂચ પચાવવા માટે એસિડની જરૂરત હોય છે. એવું કરવું સ્વસ્થ્ય માટે હાનિકારક હોઈ શકું છે.
ચિકન અને બટાકા
ચિકનમાં ખુબ પ્રોટીન હોય છે. જો ચિકન સાથે કાર્બોહાઇડ્રેડ લેવામાં આવે તો બે અલગ અલગ પ્રકરની વસ્તુ મળી ગેસ અને પેટ ફુલવવાની સમસ્યા પેદા કરી શકે છે. કેટલાક લોકો બંનેનબી ભેળવી ભૂલ પણ કરે છે.
ફ્રૂટ્સ અને ચિકન
ફ્રૂટ્સ અને ચિકન એક સાથે ખાવામાં આપણી પાચન ક્રિયા પર દુષ્પ્રભાવ પડે છે અને આ ધીરે-ધીરે કમજોર થવા લાગે છે. એના માટે એવું કરવાથી બચો.
મધ અને મૂળો
મધ અને મૂળાને એકસાથે ખાવાથી શરીરમાં ટોક્સિન પેદા થાય છે જેનાથી આપડી પાચન ક્રિયા બગડવાનો ખતરો રહે છે. માટે આ બંને વસ્તુ આગળ પાછળ ખાવાથી બચો.
ચીઝ અને નટ્સ
આ બંને વસ્તુ એક સાથે ન ખાવી જોઈએ. એવું કરવાથી ડાયજેશન યોગ્ય રીતે થઇ શકતું નથી.
દૂધ અને માછલી
દૂધ અને માછલીનું સેવન સાથે કરવાથી બચવું જોઈએ. એક્સપર્ટ મુજબ, બંનેનું એકસાથે સેવન કરવાથી સ્કિનને લઇ સમસ્યાઓ ટ્રીગર થઇ શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31