Last Updated on March 26, 2021 by
જો તમારૂં ખાતુ એ 8 સરકારી બેંકોમાં હોય જેનો વિલય અન્ય સરકારી બેંકોમાં થઈ ગયો છે તો તાત્કાલિક એલર્ટ થઈ જજો. કારણ કે, 1 એપ્રિલ, 2021 બાદ આ 8 બેંકના ગ્રાહકોની જૂની ચેક બુક, પાસબુક અને IFSC કોડ નિષ્ક્રિય થઈ જશે. મતલબ કે તમને પૈસાની લેવડ-દેવડમાં મુશ્કેલી પડી શકે છે. તમારી ચેકબુક કાગળનો એક ટુકડો બની જશે અને તેનાથી પૈસાનો જમા-ઉપાડ નહીં થઈ શકે.
નવી ચેકબુક માટે અરજી કરો
જો તમારૂ એકાઉન્ટ આ 8 સરકારી બેંકોમાં હોય તો તાત્કાલિક આ કામ કરી દેજો કારણ કે, માત્ર આજે એટલે કે શુક્રવારે અને સોમવારે જ બેંક કામ કરશે. ત્યાર બાદ હોળીની રજાઓ શરૂ થઈ જશે. માટે આજે જ બેંકની શાખામાં જઈને નવી ચેકબુક માટે સંપર્ક કરો અને એપ્લિકેશન આપી દો. જો તમે આજે ચેકબુક માટે અરજી કરશો તો તમને 8-10 દિવસ બાદ નવી ચેકબુક મળશે.
વિલય થયો છે તે બેંકોની યાદી
- દેના બેંક અને વિજયા બેંકનો વિલય બેંક ઓફ બરોડામાં થયો જે 1 એપ્રિલ, 2019થી પ્રભાવી છે.
- ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનો પંજાબ નેશનલ બેંકમાં વિલય થયો છે.
- સિંડિકેટ બેંકનો કેનરા બેંકમાં વિલય થયો છે.
- આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનો યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં વિલય થયો છે.
- અલાહાબાદ બેંકનો ઈન્ડિયન બેંકમાં વિલય થયો છે અને તે 1 એપ્રિલ, 2020થી પ્રભાવમાં છે.
આ બેંકના ગ્રાહકોએ કોઈ પણ હિસાબે 1 એપ્રિલ, 2021થી નવી ચેકબુક લેવી પડશે. જો કે, સિંડિકેટ અને કેનરા બેંકના ગ્રાહકોને થોડી રાહત મળી છે. સિંડિકેટ બેંકની વર્તમાન ચેકબુક 30 જૂન, 2021 સુધી માન્ય ગણાશે અને ત્યાર બાદ નવી ચેકબુક લેવી પડશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31