Last Updated on March 24, 2021 by
જ્યોતિષ વિજ્ઞાનમાં રાશિઓને ખાસ મહત્વ આપવામાં આવે છે. જે અંતર્ગત તમામ જ્યોતિષાચાર્ય વ્યક્તિના વર્તમાન જીવન અને તેમના આવનારા સમયનું અનુમાન લગાવતા હોય છે. આજ ક્રમમાં 5 રાશિઓને પૈસા મામલે ખૂબ જ ભાગ્યાશાળી માનવામાં આવે છે. આ રાશિઓના જાતકોની કુંડળીના સ્વામી જો શુભ સ્થિતીમાં હોય તો તેમની પાસે ધન-દોલતની ક્યારેય કમી નહીં રહે.
સિંહ- સિંહ રાશિનો સ્વામી સૂર્ય હોય છે. સૂર્ય જો કુંડળીમાં ઉચ્ચ સ્થાને અથવા શુભ ભાવમાં બિરાજતો હોય તો વ્યક્તિને ધન, દોલત અને અપાર સફળતા અને યશની પ્રાપ્તિ થાય છે. આવા લોકો ખૂબ તરક્કી કરતા હોય છે.
કુંભ-કુંભ રાશિો સ્વામી શનિ હોય છે. શનિવેદન કોઈને પણ રાજા અથવા રંક બનાવી શકે છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિદેવ ઉચ્ચ સ્થિતીમાં છે અથવા તો પછી શુભ ભાવમાં બેઠેા છે, તેવા લોકો પર શનિદેવની ખાસ કૃપા રહેતી હોય છે અને તેમની પાસે ધન-દોલતની કોઈ કમી રહેતી નથી.
વૃષભ- વૃષભ રાશિનો સ્વામી શુક્ર હોય છે. શુક્ર જો કુંડળીમાં મજબૂત સ્થિતીમાં હોય તો લોકો વિલાસી જીવન વિતાવે છે. તેમની પાસે ધન, વૈભવની કોઈ કમી રહેતી નથી. આવા લોકો નોકરી અને વેપારમાં ખૂબ જ ઝડપથી તરક્કી કરતા હોય છે.
ધન- આ રાશિનો સ્વામી ગુરૂ હોય છે. ગુરૂ જો ઉચ્ચ સ્થિતીમાં હોય અથવા શુભ ભાવમાં બેઠેલો હોય તો, વ્યક્તિ જીવનમાં ખૂબ ઝડપી તરક્કી કરે છે. તેમની પાસે અપાર ધન હોય છે. તથા સમાજમાં ખૂબ જ માન-સન્માન પ્રાપ્ત કરે છે.
મિથુન-આ રાશિના સ્વામી બુધ છે. બુધ જો શુભ સ્થિતીમાં હોય તો વ્યક્તિનો ભાગ્યોદય થઈ જાય છે. આવા લોકો માટે આવકના તમામ રસ્તાઓ ખુલી જાય છે. તેમની પાસે પૈસાની કોઈ કમી નથી રહેતી. ખર્ચ વધી જાય તો, પણ એટલુ ધન રહે છે કે, તેમને તેનો કોઈ ફરક પડતો નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31