GSTV
Gujarat Government Advertisement

WhatsApp ઉપર જો તમે આ પાંચ ભૂલ કરશો તો ખાવી પડશે જેલની હવા, જાણો કેવી રીતે બચી શકશો

Last Updated on March 28, 2021 by

તમે બધા મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છો. પરંતુ તમામ ટ્રિક્સ અને ટીપ્સ વિશે તમે શું જાણો છો કેટલીક ભુલોના કારણે તમારી પ્રાઈવેસી ઉપર જોખમ આવી જશે અને જેલની સજા પણ થઈ શકે છે.

ક્યારેય ન કરો ઓટો બેકઅપ – જો તમે પોતાના એકાઉન્ટમાં બેકઅપ ઓપ્શન રાખો છો તો તમારે બેકઅપ કે ગૂગલ ઉપર કે પછી કોઈ ક્લાઉડ સર્વર પ્રોવાઈડરમાં સેવ થાય છે. પંરતુ શું જો તમારૂ બેકઅપ એકાઉન્ટ કોઈના હાથે લાગી જાય તો. એ માટે જ બેકઅપની જગ્યાએ ચેટને એક્સપર્ટ કરીને ઘણી સુરક્ષિત જગ્યા ઉપર સેવ કરવું જોઈએ.

ટુ સ્ટેપ વેરિફિકેશનને ઈનેબલ કરો – ટૂ સ્ટેપ વેરિફિકેશન આજના જમાનાનું નવુ સિક્યોરીટી સ્ટેપ છે. તેમાં તમારે પાસવર્ડની સાથે તમારો પીન પણ સેટ કરવો પડે છે. તેની સાથે માની લો કો તમારો ફોન કોઈ ખોટા હાથમાં ચાલ્યો પણ જાય તો પિન નંબર વિના વોટ્સએપ વેબને યુઝ નહીં કરી શકે અને તમારા એકાઉન્ટનો ડેટા સેફ રહેશે.

ક્યારેય અજાણ્યા નંબર સેવ ન કરો – ઘણી વખત આપણે કેબ વાળા, ડિલિવરી બોય કે પછી કોઈ સર્વિસવાળા માણસનો નંબર તે સમયે કાર્યવશ સેવ કરી લઈએ છીએ. અને બાદમાં ડિલીટ કરવાનું ભુલી જય છીએ. તે બાદ તે માણસ આપણા પ્રોફાઈલ પિક્ચરથી લઈને આપણું સ્ટેટસ પણ જોઈ લે છે. તેવામાં આપણી આવી જાણકારી તેવા લોકો પાસે ચાલી જાય છે. એ માટે ક્યારેય પણ અજાણ્યા લોકોના નંબર સેવ કરવા જોઈએ નહીં.

અશ્લીલ કંટેંટ શેર કરશો નહીં – જો તમે અશ્લીલ કંટેંટને શેર કરો છો કે પછી કોઈને તે અંગે રિપોર્ટ કરે છે તો તમે મુસીબતમાં પડી શકો છો. તેના માટે તમારે જેલની સાથે, વોટ્સએપ તમારા એકાઉન્ટને બેન કરી શકે છે. તેની સાથે જ ક્યારેય પણ કોઈ પણ મેસેજને ફોરવર્ડ કરતા પહેલા જાણી લો કે ન્યુઝ સાચા છે કે ફેક, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો