GSTV
Gujarat Government Advertisement

ટૂલકિટ કેસમાં દિશા રવિને રાહત: ખાલિસ્તાનીઓ સાથે સંબંધોના પુરાવા ન મળતા કોર્ટે આપ્યા જામીન, દિલ્હી પોલીસનું નાક કપાયું

Last Updated on February 24, 2021 by

ખેડૂતોના આંદોલનને સમર્થન આપનારી એક્ટિવિસ્ટ દિશા રવિની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. જોકે પોલીસે જે આરોપો કોર્ટમાં દિશાની વિરૂદ્ધ લગાવ્યા હતા તે કોર્ટમાં પુરવાર કરવામાં નિષ્ફળ રહી છે. જેને પગલે દિલ્હીની કોર્ટે દિશા રવિને જામીન પર છોડી મુકી છે. સાથે કહ્યું છે કે દિશા રવિ અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે કોઇ લિંક હોય તેવો કોઇ જ પુરાવો પોલીસ કોર્ટમાં રજુ નથી કરી શકી ને જે પુરાવા આપ્યા તેમાં એ સાબિત નથી થતું. આ પહેલા જામીન અરજીનો વિરોધ કરતી વેળાએ દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે દિશા રવિ એ લોકોમાં સામેલ છે કે જેઓએ ભારતને બદનામ કરવા માટે ટૂલકિટ બનાવી હતી.

જોકે આ દાવાને પણ કોર્ટે નકારી દીધા હતા, ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાએ કહ્યું હતું કે પોલીસની તપાસ નબળી અને અધુરી છે. મને દિશા રવિની સામે કોઇ જ મજબૂત પુરાવા નથી મળ્યા જે તેને જેલ મોકલવા માટે પુરતા માની શકાય. માટે તેને જામીન પર છોડવામાં આવે છે. સાથે કોર્ટે દિશા રવિને કહ્યું છે કે તે અનુમતી વગર દેશ ન છોડે અને પોલીસને સમગ્ર મામલાની તપાસમાં સહિયોગ કરે.

દિશાને એક લાખના બોન્ડ પર જામીન મંજૂર કરતા  જજ ધર્મેંદ્ર રાણાએ રૂગ્વેદનો પણ ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે આપણા રાષ્ટ્ર નિર્માતાઓએ બોલવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ ન કરી શકાય તેવા મૌલિક અિધકારો બનાવીને વિભિન્નતાને સન્માન આપ્યું છે.

આ દેશના નાગરિકને પોતાની અભિવ્યક્તિ માટે કોઇ ભૌતિક વસ્તુ કે ઉપકરણનો ઉપયોગ કરવાનો પણઅધિકાર છે. સાથે જ જજ રાણાએ પોલીસને અનેક સવાલો પણ કર્યા હતા, તેમણે પૂછ્યું હતું કે ટૂલકિટ અને દિલ્હીની ટ્રેક્ટર પરેડની હિંસાને શું સંબંધ છે તેના પુરાવા આપો કે પછી માત્ર અનુમાનના આધારે જ નિષ્કર્ષ કાઢીએ?

જોકે જ્યારે દિલ્હીની એક કોર્ટમાં દિશા રવિની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી ત્યારે બીજી જ બીજી એક કોર્ટમાં દિલ્હી પોલીસે દિશા રવિની કસ્ટડીને વધારવાની માગણી કરી હતી, જે કોર્ટમાં જામીન અરજી પર નિર્ણય લેવાઇ ગયો ત્યાંથી બાદમાં વકીલો એ કોર્ટમાં ગયા જ્યાં પોલીસની કસ્ટડી વધારવાની માગ કરતી અરજી થઇ હતી.

જેની સુનાવણી દરમિયાન દિશાના વકીલે કહ્યું કે દિશાને જામીન આપી દેવામાં આવ્યા છે માટે કસ્ટડી વધારવાની આ અરજીનો કોઇ મતલબ નથી રહેતો. જેથી આ દલિલોને માન્ય રાખીને કસ્ટડીની અરજીને નકારી દેવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો