GSTV
Gujarat Government Advertisement

હૈવાન બન્યો પતિ: પત્ની બૂમો પાડતી રહી, અને પતિએ તાંબાના વાયરથી પત્નીના પ્રાઈવેટ પાર્ટ્સ પર ટાંકા લઈ લીધા

Last Updated on March 21, 2021 by

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક શખ્સને શંકા કરવાનું એવું ભૂત માથે સવાર થઈ ગયુ કે, તેણે પોતાની ગર્ભવતી પત્ની સાથે અમાનવીય વ્યવહાર કરવા માટે મજબૂર બન્યો. પતિએ પોતાની જ ગર્ભવતી પત્નીના પ્રાઈવેટ પાર્ટ્સને તાંબાના વાયરથી સિલ કરી દીધો હતો. આ મામલો સામે આવ્યા બાદ આરોપી પતિને પોલીસે ધરપકડ કરી લીધો હતો. જ્યારે પીડિતાને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરાવી છે. જ્યાં પોલીસ તેની સાથે પૂછપરછ કરી રહી છે.

કોઈની સાથે વાતો પણ કરતા દેતો નહીં

આ મામલો મિલક પોલીસ સ્ટેશન હદમાં આવતા ઠિરિયા વિષ્ણુ ગામનો છે. રામપુરના રહેવાસી એક શખ્સે પોતાની પત્નિના લગ્નેતર સંબંધને લઈને શક કરતો હતો. આ વાતને લઈને પતિ અને પત્નિ વચ્ચે મોટા ભાગે ઝઘડા થતાં રહેતા હતા. શનિવારે ફરી એક વાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં આવેલો પતિ હિંસક બની ગયો. પતિએ પોતાની પત્નિ સાથે મારપીટ કરી. મહિલા બુમો પાડતી રહી. આ દરમિયાન તેણે પત્નિના પ્રાઈવેટ પાર્ટ્સને તાંબાના તારથી સિલ મારી દીધું હતું.

શકના કારણે પ્રાઈવેટ પાર્ટ્સમાં ટાંકા લઈ સીલ મારી દીધું

પીડિત પત્નીએ જણાવ્યુ હતું કે, તેના પતિએ શકના કારણે તેનું પ્રાઈવેટ પાર્ટ્સમાં ટાંકા લઈ લીધા હતા. પીડિતાનો પતિ તેને કોઈની સાથે બોલવા પણ દેતો નહોતો. આ બંનેના લગ્ન લગભગ 2 વર્ષ પહેલા થયાં હતા. કેટલીય વાર પરિવારવાળા સમજાવતા છતાં પતિ સમજતો નહીં. ગંભીર હાલતમાં પીડિતાના પરિવારવાળાએ તેને હોસ્પિટલમાં ભરતી કરાવી છે, તથા પતિ વિરુદ્ધ મિલક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો