Last Updated on March 12, 2021 by
આજકાલ ઇન્ટરનેટના વધતા પ્રચલન અને ડેઇલી રૂટિન માટે ઇન્ટરનેટ પર વધતી નિર્ભરતા જ્યાં એક તરફ તમારી લાઈફ સ્ટાઇલને સરળ બનાવી રહી છે. ત્યાં જ બીજી બાજુ તમારી વર્ચ્યુઅલ દુનિયા માટે એક ગંભીર ખતરો પેદા કરે છે. તમને દરેક ઓનલાઇન એક્શન જેવા બિલનું પેમેન્ય, ગ્રોસરીની શોપિંગ અથવા ફરી સોશિયલ મીડિયા પ્રોફાઈલ તમામ માટે અલગ અલગ એકાઉન્ટ હોય છે અને તમામ એકાઉન્ટ પાસવર્ડથી પ્રોટેક્ટ હોય છે. વિચારો શું થશે જો તમારું એકાઉન્ટ ખોટા હાથોમાં જતું રહે તો તમારું બેન્ક એકાઉન્ટ એક જ સેકેન્ડમાં કોઈ સાફ કરી શકે છે અથવા તમારી પ્રાઇવસી ચોરી કરી શકે છે. અમે તમને જણાવી દઈએ કે કેવી રીતે તમે ઓનલાઇન પ્રોફાઈલ સુરક્ષિત કરી શકો છો. આવો અમે જણાવીએ કે કેવી રીતે પાસવર્ડ સિક્યોર કરી શકો છો.
કેવી રીતે સેટ કરશો પાસવર્ડ
આપડે પાસવર્ડને પસંદ કરવામાં હંમેશા કન્ફ્યુઝ હોઈએ છે. એ ઉપરાંત આજકાલ ઘણા પાસવર્ડ મેનેજર છે. તમને કોઈ ઓનલાઇન સર્વિસેઝમેં યુઝ કરતી સમયે જોયું હશે કે તમને પાસવર્ડ સજેસ્ટ કરવામાં આવે છે અને એની સાથે જ એમને સેવ કરવા માટે પણ ઓપ્શન સેમ બ્રાઉઝર આપે છે અને લોગ ઈનના સમયે ઓટોમેટિક તમારો પાસવર્ડ પણ ઓટોફિલ થઇ જાય છે. અહીંથી જ પાસવર્ડ મેનેજરનો કોન્સેપટ આવે છે. તો અમે તમને સારા પાસવર્ડ મેનેજર અને પાસવર્ડ ટ્રિક્સ જણાવશુ.
માર્કેટમાં ઉપલબ્ધ કેટલાક સારા પાસવર્ડ મેનેજર જેવા કે LastPass, 1Password અને Dashlane વગેરે છે. આ પાસવર્ડ મેનેજર ફ્રી અને પ્રીમિયમ વર્ઝન સાથે ઉપલબ્ધ છે. એ તમારે ઓનલાઇન પ્રોફાઈલ, ટ્રાન્ઝેક્શન અને પ્રાઇવેસીને હેકર્સથી સુરક્ષિત રાખે છે. તમે ઈચ્છો તો સિંગલ અથવા ફેમિલી યુઝ માટે પ્રીમિયમ વર્ઝન લઇ શકો છો.
પોતાની પસંદનો પાસવર્ડ મેનેજર લીધા પછી તમે પોતાના વેબ બ્રાઉઝરમાં પાસવર્ડને એડ કરી શકો છો. તમે તમારા પાસવર્ડથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ પણ કરી શકો છો.
જાણો પાસવર્ડને પ્રોટેક્ટ કરવાની કેટલીક રીત
માત્ર પાસવર્ડ પે સંતુષ્ટ ન રહો : હંમેશા તમે જયારે પણ પાસવર્ડ બનાવો છો તો એમાં ટુ સ્ટેપ વેરિફિકેશન (2FA)નો યુઝ કરવો જરૂરી છે. ટુ સ્ટેપ વેરિફિકેશનમાં તમારો પાસવર્ડ નાખ્યા પછી બીજા કોઈ ડિવાઈઝ પર લિંક અથવા કોડ દ્વારા વેલીડેટ કરવાનું હોય છે.
હંમેશા મોટા પાસવર્ડ બનાવો : નાના પાસવર્ડને ક્રેક કરવું અથવા ચોરી કરવું ખુબ સરળ હોય છે. હંમેશા લાંબા પાસવર્ડ અથવા પાસફ્રેઝનો યુઝ કરો જેવા કે ‘Raccoon Doorknob Spacecraft’ જેને ચોરી કરવું ખુબ મુશ્કેલ છે.
પોતાના પાસવર્ડને યુનિક રાખો : તમને જણાવી દઈએ કે કોઈ પણ પાસવર્ડને ફરી અથવા કોઈ બીજી જગ્યાએ યુઝ ન કરો. દર વખતે નવો બનાવો.
હંમેશા બેકઅપ પાસવર્ડ માટે પણ બેકઅપ પ્લાન બનાવો : તમારા પાસવર્ડ મેનેજર તમારા માસ્ટર પાસવર્ડ જાણતો નથી. આવા કેસમાં જો તમે ટુ સ્ટેપ વેરિફિકેશન સાથે પોતાનો પાસવર્ડ ભૂલી જાઓ તો શું થાય. માટે પોતાના પાસવર્ડ મેનેજરના માસ્ટર પાસવર્ડનું બેકઅપ જરૂર રાખો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31