Last Updated on March 23, 2021 by
ગરમીની ઋતુ શરૂ થઈ ચૂકી છે. હોળી પણ નજીક આવી રહી છે. એવામાં ઠંડાઈ એ માત્ર પાર્ટી માટે જ નહિ શરીરમાં પણ ઠંડક કરે છે. હોળીના તહેવાર વધારે પડતા લોકો ભાંગવાળી ઠંડાઈ પીવે છે. પરંતુ આજે અમે તમને ભાંગ વગરની ઠંડાઈ ની રેસિપી તેમજ તેના ફાયદા જણાવીશું. જેથી તમારી તબિયત પણ ગરમીની ઋતુમાં પણ સારી રહે.
- ઠંડાઈને ગરમીની ઋતુમાં અમૃત માનવામાં આવે છે. કારણ કે તે શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે. અને પેટમાં બળતરા અપચો , એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
- ઠંડાઈ પીવાથી તમારા મગજને પણ ઠંડક મળે છે. જેથી તમારો મૂડ પણ સારો રહે છે. અને ચિડિયાપણુ, ગુસ્સો અને તણાવ ઓછો થાય છે.
- જો ગરમીની અસરથી મોંના છાલા, પેશાબમાં બળતરા અછવા મિતળી જેવુ ફિલ થાય છે તો તમારે ઠંડાઈ પીવી જોઈએ જેનાથી આ સમસ્યામાં રાહત મળશે. જે લોકોને પેટમાં અલ્સર હોય છે, તેના માટે પણ ઠંડાઈ ફાયદાકારક હોય છે.
- ઠંડાઈમાં રહેલા ડ્રાઈફ્રૂટ્સ તમારા શરીર અને મગજને મજબૂત બનાવે છે. તેને પીવાથી ઈમ્યૂન સિસ્ટમ પણ સારી રહે છે. જાણો ઠંડાઈ બનાવવાની રીત
સામગ્રી – 1 લીટર દૂધ, અડધો કપ બાદામ, 6 ચમચી ખસખસ, વરિયાળી અડધો કપ, 2 ચમચી મરી પાવડર, 5 લીલી એલચી, 4 ચમચી ટરબૂચના બીજ, 4 ચમચી કાકડીના બીજ, ખાંડ સ્વાદ અનૂસાર.
આવી રીતે કરો તૈયાર
સૌથી પહેલા ખસખસ, બાદામ, તરબૂચના બીજ, કાકડીના બીજ, વરિયાળી, મરી પાવડર અને એલચી ને આખી રાત પાણીમાં પલાળો. સવારે બાદામને છોલીને બાકીના સામાનને પાણી સહિત એકસાથે પીસી લો. દૂધને ઉકાળીને તેમાં સ્વાદઅનૂસાર ખાંડ નાંથી તેને ઠંડુ થવા દો. જો કેસર હોય તો એ પણ ઉમેરી શકો છો. હવે 2 ગ્લાસ પાણી લો. હવે જે પેસ્ટ તૈયાર છે તેમાં છોડુ -છોડુ પાણી ઉમેરી તે પેસ્ટને આછા કપડામાં નાંખી તેને ગાળી લો. ત્યારબાદ તેને ઠંડા દૂધમાં ભેળવી થોડા સમય માટે ફ્રિઝમાં રાખો. ત્યારબાદ તેને સર્વ કરો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31