GSTV
Gujarat Government Advertisement

મંત્રીમંડળ પર પૂછ્યા સવાલ તો ઉકળી ઉઠ્યા થાઈલેન્ડના પીએમ, પત્રકારોને કર્યા સૅનેટાઇઝ

Last Updated on March 10, 2021 by

થાઈલેન્ડના પ્રધાનમંત્રી પ્રયુત ચાન-ઓચા એકવાર ફરી પત્રકારો સાથે કરેલ દુર્વ્યવહારને લઈને લઈને ચર્ચામાં આવ્યા છે. ગત દિવસોમાં પીએમ પ્રયુત એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. ત્યારે તેમને મંત્રીમંડળના વિસ્તાર, હાલના મંત્રીઓને હટાવવા વગેરે જેવા સવાલો પૂછવામાં આવ્યા હતા. પરંતુ, પીએમ આ સવાલો પર ગુસ્સે થઇ ગયા હતા અને પોડિયમ પરથી ઉતરીને પત્રકારો પાસે આવી ગયા હતા અને સૅનેટાઇઝર છાંટવા લાગ્યા.

થાઈલેન્ડ

વિગતો એવી છે કે થાઈલેન્ડના પીએમ પ્રયુત ચાન-ઓચા ગત સપ્તાહે એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. પત્રકારોએ તેમને સવાલો કર્યા હતા તો તેમણે પોતાની શૈલીમાં જ જવાબ આપ્યા હતા. પરંતુ જયારે પત્રકારોએ તેમને મંત્રીમંડળ અંગે સાલો કર્યા તો તેઓ નારાજ થઇ ગયા હતા અને પત્રકારોને સંભળાવી દેતા કહ્યું હતું કે તમે તમારું કામ કરો અને આ બધું તેમને વિચારવા દે.

આટલું કહીને પીએમ પ્રયુત ચાન-ઓચા પોડિયમ પરથી નીચે ઉતરી આવ્યા હતા અને પત્રકારો આગળ આવીને તેમના પર સૅનેટાઇઝર છાંટવા લાગ્યા. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેકેહણીય છે કે પ્રયુત ચાન-ઓચા થાઈલેન્ડની સેનાના કમાન્ડર રહી ચુક્યા છ અને વર્ષ 2014માં તેઓ દેશની ચૂંટાયેલી સરકાર હટાવીને પોતે સત્તા પર આવ્યા હતા. એવું પહેલીવાર નથી થયું કે પ્રયુત ચાન-ઓચાએ કોઈ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા કર્મીઓ સાથે આ પ્રકારનું વર્તન કર્યું હોય. પહેલા પણ તેઓ પત્રકારોના સવાલોથી નારાજ થઇ ચુક્યા છે ત્યારે તેમણે પત્રકારો સામે કેળાની છાલ ફેંકી માર્યા હતા.

જણાવી દઈએ કે અન્ય દેશોની જેમ થાઈલેન્ડમાં પણ આ દિવસોમાં સરકારના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યું છે અને થાઈલેન્ડના પ્રધાનમંત્રી પ્રયુત ચાન-ઓચા સૌ કોઈના નિશાને છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો