Last Updated on March 11, 2021 by
અમદાવાદમાં પિંક બોલ ટેસ્ટ અને ડે ટેસ્ટમાં મોટી જીત બાદ ટીમ ઈન્ડિયાએ 3-1થી ઈંગ્લેન્ડ સામેની સીરિઝ જીતી લીધી છે. હવે આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં ટી ટ્વેન્ટની ટશન જામશે. આવતીકાલથી પાંચ ટી-20ની સીરિઝની શરૂઆત થઈ રહી છે.
ટીમ ઈન્ડિયા માટે સીરીઝ મહત્વની
ટીમ ઈન્ડિયા માટે આ સીરિઝ મહત્વપૂર્ણ છે કેમકે ટી-20 વિશ્વકપ માટેનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે. ઈંગ્લેન્ડ ટીમે ટેસ્ટમાં તો ટક્કર ન આપી પરંતુ ટી-20 ફોર્મેટમાં બંને ધરખમ ટીમ વચ્ચે ખરી ટશન જામશે. અંતિમ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડને ઘરઆંગણે ટી-20 સીરિઝ હરાવી ચૂક્યું છે અને રેકોર્ડની દ્રષ્ટીએ પણ ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે.
આ ખેલાડીને મળી પ્રથમ વખત જગ્યા
ટી-20 સીરિઝમાં સુર્યાકુમાર યાદવ, ઈશાન કિશન, રાહુલ તેવાટિયા અને વરુણ ચક્રવર્તી જેવા યુવા ખેલાડીઓને પ્રથમ વખત ટીમમાં જગ્યા મળી છે. યુવા ખેલાડીઓથી ભરપૂર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કઈં હશે તે એક મોટો સવાલ છે પરંતુ વિરાટ કોહલીએ પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રોહિત શર્મા સાથે લોકેશ રાહુલ ઓપનિંગ કરશે અને શિખર ધવન ત્રીજા ઓપનરની રોલમાં રહેશે.
તૈયારીને આખરી ઓપ અપાયો
ટીમ ઈન્ડિયાએ અંતિમ દિવસે બેટિંગ-બોલિંગ ફિલ્ડિંગનાં સીરિઝની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. આ સીરિઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના રેકોર્ડ પર પણ નજર રહેશે. વિરાટ કોહલી ટી-20 ફોર્મેટમાં 3 હજાર રન પૂરી કરવાથી માત્ર 72 રન દૂર છે તો રોહિત શર્માએ ટી-20 ફોર્મેટમાં 127 સિક્સર ફટકારી છે. રોહિત પાસે માર્ટિંન ગપ્ટીલના 139 સિક્સરના રેકોર્ડને તોડવાની તક પણ આ સીરિઝમાં છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31