GSTV
Gujarat Government Advertisement

બિટકોઇનના ભાવ ઉચકાતા ટેસ્લા ઝૂક્યું, એલન મસ્કએ બતાવી ક્રિપ્ટો કરન્સી સ્વીકારવાની તૈયારી

Last Updated on March 25, 2021 by

ક્રિપ્ટો કરન્સીની વિશ્વ બજારમાં આજે ઘટાડાની ચાલ અટકી  ભાવ ફરી ઉંચકાઈ  આવ્યા હતા.   જોકે  બજારમાં આજે   વેપાર-વોલ્યુમ ઘટયું  હતું પરંતુ ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. બિટકોઈનના  ભાવ આજે  મોડી સાંજે  પુરા થયેલા  24 કલાકમાં   નીચામાં 53575 થી 53580 ડોલર સુધી ટ્રેડ  થયા પછી   ભાવ ઉછળી ઉંચામાં  57225થી  57230  ડોલર થઈ  મોડી સાંજે ભાવ  56820થી 56825  ડોલર રહ્યાના   નિર્દેશો હતા.

બિટકોઇન

ભાવ  ઉંચકાતાં  કુલ માર્કેટ  કેપીટલાઈઝેશન આજે 1030 અબજ ડોલરથી વધી  1060 અબજ ડોલર  નોંધાયું હતું.   પરંતુ વેપાર-વોલ્યુમ  જોકે  67થી 68  અબજ ડોલરથી   ઘટી આજે  59થી 60 અબજ   ડોલર થયાનું  વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકાની મોટી  ઈલેક્ટ્રીક  કાર કંપની  ટેસ્લાના જણાવ્યા મુજબ  ગ્રાહકો બિટકોઈન આપી ટેસ્લાની કાર ખરીદી  શકશે.  આ સમાચારની પણ વૈશ્વિક  ક્રિપ્ટો  કરન્સીની બજાર  પર આજે  પોઝિટીવ અસર જોવા મળી હતી.

ટેસ્લાની  કાર માટે  પ્રથમ  તબક્કે  આવી સગવડ  અમેરિકામાં  ઉપલબ્ધ  કરાશે તથા  ત્યાર પછી  અન્ય દેશોમાં  આવી સવલત  આપવામાં  આવશે એવું  કંપનીના અધ્યક્ષ  એલન મસ્કે જણાવ્યું  હતું. ટેસ્લાને  મળેલા  આવા બિટકોઈનનું  કરન્સીમાં  રૂપાંતર કરવાના  બદલે કંપની  બિટકાઈનના   સ્વરૂપમાં  જ જાળવી  રાખશે એવું  તેમણે ટવીટ  કરતા  જણાવ્યું હતું. 

ક્રિપ્ટો કરન્સી

દરમિયાન, આજે  બિટકોઈન ઉપરાંત અન્ય ક્રિપ્ટો કરન્સીઓના ભાવમાં  પણ તેજીનો   કરન્ટ દેખાયો હતો.   ઈથેરના ભાવ  આજે નીચામાં  1650થી 1655 ડોલર તથા  ઉંચામાં 1740થી   1750  ડોલર થઈ મોડી સાંજે  ભાવ 1725થી 1730 ડોલર રહ્યા હતા.ઈથેરમાં  આજે વેપારો  28થી 29  અબજ ડોલરના થયા હતા તથા માર્કેટ કેપ વધી  200 અબજ ડોલર નજીક  પહોંચી 198થી 199 અબજ ડોલર નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો