Last Updated on March 15, 2021 by
ભારતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો છે જ્યાં મહિલાઓને જવાની મંજૂરી નથી, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં પુરુષોનું જવુ વર્જિત માનવામાં આવે છે. આ મંદિરોમાં ફક્ત મહિલાઓ જ પૂજા કરી શકે છે. ચાલો આપણે જાણીએ કે ભારતનાં કયા મંદિરો છે જ્યાં પુરુષોને જવાની મંજૂરી નથી.
ભગવતીદેવી મંદિર – (તામિલનાડુ)
તામિલનાડુમાં દેવી કન્યાકુમારીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવતીદેવીના બાળ સન્યાસ સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાજયના દક્ષિણ છેડાને સ્પર્શતું આ મંદિર શકિતપીઠોમાંનું એક ગણાય છે. આ મંદિરના ગર્ભગૃહમાં પુરુષો પ્રવેશ કરી શકતા નથી માત્ર બહાર ઉભા રહીને દર્શન કરી શકે છે. આ રીતે બિહારમાં મુઝફફરપૂરમાં આવેલું માતા મંદિર છે જેમાં અમૂક ચોકકસ સમયગાળામાં માત્ર મહિલાઓ જ મંદિરમાં આવી શકે છે. એવી માન્યતા છે કે જો પુરુષ મંદિરમાં આવીને દર્શન કરે તો તેના જીવન પર નકારાત્મક અસર પડે છે.
અટ્ટુકલ ભગવતી મંદિર – (કેરલ)
આ સ્થળને નારી શબરીમાલા તરીકે પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં પુરુષોના મંદિર પ્રવેશ નિષેધની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ મંદિરમાં દર વર્ષે ૧૦ દિવસ સુધી મનાવવામાં આવતો પોંગલનો તહેવાર ઉજવવા લાખો મહિલાઓ એકત્ર થાય છે. કોઇ પણ ધાર્મિક કાર્યક્રમમાં એક સાથે આટલી મહિલાઓ એકત્ર થવાનો આ રેકોર્ડ પણ નોંધાયેલો છે. અટ્ટુકલ ભગવતી મંદિર વર્ષમાં બે મહિના ફેબુ્આરી અને માર્ચ દરમિયાન મહિલાઓ માટે ખોલવામાં આવે છે. મહિલાઓ ચૂડીઓ અને બંગડીઓ અર્પણ કરીને આશિર્વાદ માંગે છે. કેરલમાં વિખ્યાત પદ્દમનાભ મંદિરથી ૨ કીમી દૂર દેવી પાર્વતીનું મંદિર જયાં માત્ર મહિલાઓ જ દર્શન કરે છે.
અલાપુઝાનું ચુક્કુલાતુંકાવું મંદિર (કેરલ)
કેરલના અલાપુઝા જિલ્લાનું ચુકકુલાતુંકાવું મંદિર છે. ભગવતીમાતાને સમર્પિત આ મંદિરમાં મહિલાઓ સાથે જોડાયલા ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે.જેને નારી પૂજા પણ કહેવામાં આવે છે. દર વર્ષના ડિસેમ્બર મહિનાના પ્રથમ શુક્રવારને ધનું કહેવામાં આવે છે.અહીંયા ૧૦ દિવસ સુધી મહિલાઓ વ્રત રાખે છે તે દરમિયાન પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
કામાખ્યાદેવી મંદિર -(અસમ)
અસમમાં આવેલા આ મંદિરમાં માતાની મહાવારીનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન મંદિરમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. માત્ર મહિલા ભકત અને સન્યાસીઓ જ પૂજા કરે છે. પુરુષો દૂરથી દર્શન કરી શકે છે. આ દરમિયાન મંદિરના પૂજારી તરીકે પણ મહિલા રાખવામાં આવે છે. કામરુપ કામાખ્યા મંદિર સદીઓ જુની આ પરંપરાનું સાક્ષી છે. બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા માતા મંદિરમાં પણ આ પરંપરા મુજબ પુરુષો પ્રવેશ કરતા નથી. કોતાનકુલાંગરા દેવી –
કોતાનકુલાંગરા દેવી – (કેરલ)
કેરલના કોલ્લમ જિલ્લામાં આવેલા આ મંદિરમાં આમ તો મહિલાઓ જ પ્રવેશી શકે છે પરંતુ પુરુષોએ મંદિરમાં આવવું હોયતો મહિલાના કપડા પહેરીને સોળે શણગાર સજવા પડે છે. હાવ ભાવ અને વર્તન પણ મહિલાઓ જેવું રાખવું પડે છે. આ મંદિરમાં પુરુષોેએ તૈયાર થવા માટે મેકરુપ રુમ પણ રાખવામાં આવ્યો છે. આ મંદિરમાં ચામ્યાવિલક્કુ નામનો તહેવાર ઉજવાય છે. એવું માનવામાં આવે છે કે દાયકાઓ પહેલા આ દેવીની મૂર્તિને એક પશુપાલકે નારીના કપડા પહેરીને જોઇ ત્યારથી આ પ્રથા પડી છે.
સાવિત્રી મંદિર- પુષ્કર – (રાજસ્થાન)
રાજસ્થાનના પુષ્કરમાં સાવિત્રી મંદિર આવેલું છે. આ મંદિરથી થોડેક દૂર જ રત્નાગીરી પર્વત આવેલો છે. આ મંદિરમાં પુરુષનો પ્રવેશ અપશુકનિયાળ માનવામાં આવે છે. એક માહિતી મુજબ પુષ્કરમાં બ્રહ્માજીના મંદિરમાં પણ કારતક પૂર્ણિમા દરમિયાન પરણીત પુરુષો પ્રવેશ કરતા નથી. હિંદુ પંચાગ અનુસાર બ્રહ્માના સન્માનમાં થતી આ પૂજામાં પુરુષોએ ભાગ લેવાની મનાઇ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31